અમદાવાદનાં લાંભા તળાવમાં એક મહિલા સહિત એક બાળકનું મોત, એક લાપત્તા

અમદાવાદઃ શહેરનાં લાંભા વિસ્તારમાં તળાવમાં એક મહિલા સહિત 2 બાળકો ડૂબ્યાં હતાં. તળાવમાં માછીમારી કરવા જતાં તેઓ ડૂબ્યાં હોવાંની આશંકા સેવાઇ રહી છે. એક બાળક અને મહિલાનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે એક બાળકની ફાયર બ્રિગેડે શોધખોળ પણ હાથ ધરી છે.

મહત્વનું છે કે એક કિશોર સાથે 35 વર્ષીય મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજી એક બાળકની શોધખોળ હાથ ધરાઇ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ગામનાં અનેક લોકો તળાવને કાંઠે ઉમટી પડ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ પણ લાંભા દોડી આવી હતી. એક કિશોર અને મહિલાની લાશને તો ફાયર ફાયટરની ટીમે બહાર નીકાળી લીધી હતી.

You might also like