અમદાવાદ : S.G હાઇવે પાસે લૂંટ, એકને બંધક બનાવી 11 લાખ લુંટી 3 શખ્શો ફરાર

અમદાવાદના સુપ્રસિદ્ધ વિસ્તાર ગણાતા એસ. જી. હાઇવે પાસે લૂંટનો બનાવ બન્યો છે. હાઇવે પાસે આવેલા સેન્ચુરી ટાવરમાં આ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ટાવરમાંથી 11 લાખ લુંટાયાના સમાચાર બહાર આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિને બંધક બનાવી લેવામાં આવ્યો હતો અને ત્રણ શખ્શોએ તેની પાસે રહેલા 11 લાંખની લૂંટ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસ હાલ ઘટનાસ્થળે રવાના થઈ હતી અને વધુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટ કર્યા પછી ત્રણેય શખ્શો હાલ ફરાર છે અને તેઓને ઝબ્બે કરવા માટે પોલીસ પગલાં ભરી રહી છે.

You might also like