અમદાવાદમાં ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં ધોરણ ૧૦ અને ૧૨ તથા વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર૨૪ની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ૧.૩૧ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૧.૩૧ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા ૭૦૦૦થી વધુ અધિકારી અને કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૮ માર્ચથી ધો. ૧૦ અને ૧૨ (સામાન્ય પ્રવાહ) તેમજ વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર૪ અને ૨ની પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં ધો. ૧૦ની પરીક્ષામાં ૬૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર૪ અને ૨માં ૨૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જેના અંતર્ગત શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેરને ૧૪ ઝોનમાં અને ૩૬ સેન્ટરોમાં વહેંચવામાં આવ્યું છે. ધોરણ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૪૧૩ જેટલાં બિલ્ડિંગમાં પરીક્ષા લેવામાં આવશે. આ તમામ બિલ્ડિંગોમાં આવેલા પરીક્ષાખંડો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

જયારે કેટલાંક બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા ન હોય તેવા પરીક્ષા ખંડમાં ટેબ્લેટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.શહેરના ધો.૧૦ અને ૧૨ના ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ૭૦૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. આ ૭૦૦૦ અધિકારીકર્મચારીઓમાં ખંડ સુપરવાઈઝર, કેન્દ્ર સંચાલક, પરીક્ષા નિરીક્ષક સહિતનાનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્કથીઓની પરીક્ષા જે તે શહેર કે ગામના બદલે જિલ્લા મથક ખાતે લેવામાં આવશે અને તેમના માટે રેગ્યુલર વિદ્યાર્થીઓથી અલગ પરીક્ષા કેન્દ્ર ઊભાં કરાયાં છે.

You might also like