અહેમદ પટેલનો રાજ્યસભા પ્રવેશ, જીત બાદ ટ્વિટ કરી માન્યો આભાર

રાજ્યસભાની ચૂંટણી અંગેના મતદાનમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના અહેમદ પટેલનો 44 મતથી વિજયી બન્યા બાદ તેમણે કાર્યકર્તાઓનો આભાર માની “સત્યમેવ જયતે” નામની એક ટ્વીટ કરી હતી. અહેમદ પટેલની જીતને કારણે કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી અહેમદ પટેલને અભિનંદન આપવા માટે પક્ષના શુભેચ્છકો ફોન પર અને રૂબરૂ શુભેચ્છા આપતા રહ્યાં હતા. રાજ્યસભાના સાંસદ થવાની ચૂંટણી જીત્યા બાદ અહેમદ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તમામ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપના સ્મૃતિ ઈરાની,અમિત શાહની પણ જીત થઇ હતી અને ભાજપના બળવંત સિંહ રાજપૂતની હાર થતા ભાજપ જીતેલી બાજી હાર્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને હરાવવાના કરાયેલ અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતા અને અહેમદ પટેલ 44 મત મેળવી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોંગ્રેસના રણદીપ સુરજેવાલનુ ટ્વિટ કર્યું હતું કે ષડયંત્ર હાર્યુ, સિદ્ધાંત જીત્યા.

ગુજરાત કોંગ્રેસમાંથી તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાએ આપેલા રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયેલો હતો અને રાજ્યસભાની ચૂંટણી આવતા શંકરસિંહે ભાજપને મત આપતા કેટલાક તર્ક-વિતર્કો સર્જાયા હતા. પરંતુ અહેમદ પટેલની જીત થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઇ હતી.

http://sambhaavnews.com/

You might also like