કોંગ્રેસમાં અહમદ પટેલનો દબદબો યથાવત્ છે

પક્ષમાં અહમદ પટેલનો દબદબો હજુ જળવાઈ રહ્યો છે.

કોંગ્રેસમાં અહમદ પટેલનો દબદબો યથાવત્ છે

રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પક્ષના વયોવૃદ્ધ નેતાઓને તેમના હોદ્દાઓ પરથી ઝડપભેર હટાવવામાં આવશે એવું માનવામાં આવતું હતું, પરંતુ એવું કાંઈ બન્યું નથી અને રાહુલ ગાંધીની કાર્યશૈલી જોતાં તેમને આ બાબતમાં કોઈ ઉતાવળ હોય એવું પણ લાગતું નથી. સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડ્યા પછી તેમના રાજકીય સલાહકાર તરીકે અહમદ પટેલે પણ રાજીનામું આપી દેતાં એવું માનવામાં આવતું હતું કે હવે પક્ષની નિર્ણય પ્રક્રિયામાં અહદમ પટેલનું કોઈ સ્થાન નહીં રહે. અહીં પણ બન્યું છે તેનાથી વિપરીત. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ ગત દિવસોમાં મુખ્ય ન્યાયાધીશ સામે વિરોધના સ્વર બુલંદ કર્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ તેની ચર્ચા કરવા માટે કેટલાક કોંગ્રેસી સાંસદો સાથે બેઠક યોજી હતી તેમાં કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા ના હોય એવા એકમાત્ર સાંસદ અહમદ પટેલ હતા. એ જ રીતે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પછી તુરત જ યોજાયેલી કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં અહમદ પટેલ કેમ દેખાતા નથી એવો સવાલ પૂછ્યો હતો અને એ દિવસે સવારે જ ગુજરાતથી દિલ્હી પહોંચેલા પટેલને તાકીદે બેઠકમાં બોલાવાયા હતા. આમ, પક્ષમાં અહમદ પટેલનો દબદબો હજુ જળવાઈ રહ્યો છે.

You might also like