શહેરની બે પોકસો કોર્ટ પૈકી એક ઈન્ચાર્જથી જ ચાલે છે

અમદાવાદ: કિશોરીઓ ઉપર થતા બળાત્કાર અને છેડતીના કેસો અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ અને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કોર્ટ બનાવવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જ્જની નિમણૂક થઇ નથી જેના કારણે કેસોનું ભારણ વધ્યું છે આ તમામ કેસોનો ચાર્જ સ્પે. પોક્સો સિવાયની અન્ય કોર્ટ સંભાળે છે. પોક્સોના કેસો ઝડપી ચાલે અને કેસનો ચુકાદો આવે માટે જ્જની નિમણૂક થવી જરૂરી છે તે મુદ્દે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે.

અમદાવાદમાં સિટી સેશન્સ કોર્ટ અને અમદાવાદ જિલ્લામાં બે સ્પેશિયલ પોક્સો કોર્ટો બનાવવામાં આવી છે. અમદાવાદની સીટી સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશિયલ પોક્સો કોર્ટ નંબર 2માં જ્જ એમ.એન.નાયક ની બદલી તારીખ 28-7-2015ના રોજ થઇ જતા આજે દિન સુધી જ્જની નિમણૂક કરવામાં આવી નથી. તમામ પોક્સો કોર્ટનો ચાર્જ કોર્ટ નંબર 4 ના જજ એચ.જે.જોષી પાસે છે
આ વર્ષે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં 170 કેસો દાખલ થયા છે ત્યારે ગતવર્ષ અંદાજિત 250 જેટલા કેસો નોધાયા છે આ તમામ કેસોમાં 40 જેટલા કેસોનો નિકાલ આવ્યો છે. પોસ્કોના કાયદાની જોગવાઇ મુજબ જો આરોપી જેલમાં બંધ હોય તો છ મહિનામાં જ કેસની ટ્રાયલ પૂરી કરવી તેવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. આટલા કેસમાં હજુ સુધી અંદાજિત ત્રણેક કેસોમાં આરોપીઓને સજા પડી છે ત્યારે અન્ય 40 જેટલા કેસોમાં સમધાન થઇ જતા આરોપીઓનો નિર્દોષ છુટકારો થઇ ગયો છે. જો આ કોર્ટમાં સ્પેશિયલ જ્જ અને સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક થાય તો કેસો ઝડપી ચાલે તેવી શક્યાતાઓ છે નહીં તો આવા કેસોમાં સંડોવાયેલા આરોપીઓ જેલમાં જ બંધ રહેશે .પોક્સોના તમામ કેસો ઝડપી ચાલે તે માટે વકીલ આંનદ બ્રહ્મભટ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ તથા માનવઅધિકારી પંચમાં અરજી કરી છે અને સ્પેશિયલ જ્જની નિમણૂક કરવા માટેની દાદ માંગી છે નહીં તો આ અરજીને પીઆઇએ સ્વરૂપે લેવાનો ઉલ્લેખ કર્યો છે.

બાળકી અને સગીરા ઉપર જ્યારે બળાત્કાર, બળાત્કારની કોશિશ, છેડતી, અડપલાં, અશ્લિલ ચેનચાળા, બ્લ્યુ ફિલ્મ બતાવવી આવા તમામ ગુનામાં પોક્સો એક્ટ લાગુ પડે છે. જેમાં પાંચ વર્ષથી આજીવન કેદ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની પણ જોગવાઇ છે.

You might also like