અમદાવાદ-રાજકોટ હાઇવે બનશે હવે સિક્સ લેન, અમેરિકન હાઇવેને પણ મારશે ટક્કર

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઇવેને સિક્સ લેન બનાવવા કેદ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર તરફથી આ યોજનાના માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના પરિવહનમાં વેગ મળે તે હેતું સર રૂ.3488 કરોડનાં ખર્ચે સિક્સ લેન હાઈવે બનાવવામાં આવશે.
જેમાં 201 કી.મી લંબાઈ ધરાવતા રોડની મંજૂરી કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવી.

રાજકોટથી અમદાવાદ માટેનો આ હાઇવે હવે સીક્સ લેન બનવા જઈ રહ્યો છે. નેશનલ હાઇવે સંપૂર્ણ સિક્‍સલેન કરવામાં આવશે તેની જાહેરાત માર્ગ અને મકાનમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે વિધાનસભામાં કરી કરી હતી.

નીતિન પટેલે જણાવ્‍યું કે અમદાવાદ-સરખેજ ચાંગોદરદ સેક્‍ટરમાં કુલ ૧૮.૪૨ કિ.મી. લંબાઇમાં સિક્‍સ લેનનું કામ પૂરું થઈ ગયું છે. આ હાઇવે માટે અમદાવાદ-બગોદરા-બામણબોર-રાજકોટની સમગ્ર લંબાઇને સિક્‍સ લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તરફના વાહન વ્‍યવહારને વધુ સગવડતા મળશે.

આ હાઇવે હવે સિકસલેન બનવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સાથે જોડતા મુખ્‍ય હાઇવેનું સરખેજ-ચાંગોદર સુધી ૧૮.૪૨ કિ.મી.નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તદઉપરાંત, સૌરાષ્‍ટ્રના વાહનચાલકો પાણીના રેલાની માફક વાહન ચલાવીને આસાનીથી અમદાવાદ પહોંચી શકશે.

You might also like