કોર્પોરેશનને રાષ્ટ્રીય ટેલિકોમ પોલિસી-ર૦૧રની હવે યાદ અાવી

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશને આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આદત છે. તંત્રનાં અણઘડ આયોજનથી અનેક પ્રોજેકટ અભેરાઈઅે ચડે છે. મ્યુનિ.અે હવે રાષ્ટ્રીય ટેલિકોમ પોલીસ-૨૦૧૨ પરથી ધૂળ ઉડાડી છે.  આમ તો સ્માર્ટ સિટી મિશન હેઠળ પ્રથમ ર૦ શહેરની યાદીમાં સુરતે અમદાવાદને ધોબી પછાડ આપી છે. સ્વચ્છતાના સંદર્ભમાં કેન્દ્રમાં સ્માર્ટ કાર્ડમાં પણ સુરત સ્વચ્છતાને મામલે અમદાવાદ કરતાં આગળ છે.

ગુજરાતનાં અન્ય શહેરો કરતાં અમદાવાદ પાછળ હોવાનું કારણ ખુદ કોર્પોરેશનના સત્તાવાળાઓ છે. દૂરંદેશીનો અભાવ હોવાથી આવું થાય છે. છેક ર૦૧રમાં જાહેર થયેલી કેન્દ્રની ટેલિકોમ પોલિસીમાં અમદાવાદ કોર્પોરેશન સાવ કાચબા છાપ ગતિએ ચાલે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં અમદાવાદનો સમાવેશ થવાથી હાંફળાંફાંફળાં થયેલા કોર્પોરેશનને ર૦૧રની આ પોલિસીનું સ્મરણ થયું છે.

કેન્દ્રીય ટેલિકોમ પોલિસીમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચરને એસેન્શિયલ ઇન્ફ્રાસ્ટટ્રકચરનો દરજ્જો અપાયો છે. કેન્દ્ર સરકારનાં દબાણથી સત્તાવાળાઓએ મ્યુનિ. હોસ્પિટલોમાં સ્વચ્છતા મિશન હાથ ધર્યું છે. આની જેમ ડિજિટલ ઇન્ડિયા તેમજ સ્માર્ટ સિટી મિશનનાં કેન્દ્રનાં દબાણથી જ કોર્પોરેશન હવે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચરને એસેન્શિયલ ઇન્ફ્રાસ્ટટ્રકચર દરજ્જો આપશે.

અમદાવાદમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ૩જી અને ૪જી શહેરોને ફટાફટ મંજૂરી જેવા વિષયોને કેન્દ્રીય ટેલિકોમ પોલિસી ર૦૧ર હેઠળ કોર્પોરેશન હવે ગંભીરતાથી કોઇ વ્યાપક ફેરફાર થવાના નથી, પરંતુ નિયમોના જડ માનસને વળગી રહેવાને બદલે તંત્ર ઓપ્ટિકલ ફાઇબર ૪જી નેટવર્ક, વાઇ ફાઇ સહિતની સુવિધાઓને મહત્ત્વ આપશે. ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીમાં આને લગતી દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ ગઇ છે.

You might also like