મારો પુત્ર સેનામાં જોડાય તેવું ઇચ્છું છું: અહમદ ખાન

મુંબઈ: ‘લકીર’, ‘ફોરબિડન લાઇન્સ’, ‘ફૂલ એન્ડ ફાઇનલ’, ‘પાઠશાલા’ જેવી ફિલ્મો બનાવનાર અને કોરિયોગ્રાફરથી નિર્દેશન બનનાર અહમદ ખાન ઇચ્છે છે કે તેમના પુત્રોમાંનો એક પુત્ર સેનામાં જોડાય અને દેશની સેવા કરે. ખાને કહ્યું હતું કે, મારી હંમેશા ઇચ્છા રહી છે કે, મારા પરિવારના સભ્યોમાંનો કોઇ એક સભ્ય દેશની સેવા કરે.

અહમદ ખાને કહ્યું હતું કે, જો મને દેશ માટે કંઇક કરવાનો અવસર મળશે તો હું ઇચ્છીશ કે મારા પુત્રોમાંથી એક સેના અથવા તો પોલીસમાં જોડાય અને દેશની સેવા કરે. મને નથી ખબર કે મારા પુત્રો આવું કરવાનું પસંદ કરશે કે નહીં પરંતુ હું આવું ઇચ્છું છું.

તેમણે કહ્યું હતું કે, હું એક દેશભક્ત છું અને ભવિષ્યમાં રાજનીતિમાં પ્રવેશ કર્યા વિના જ મારા ક્ષેત્રમાં રહીને જ જે રીતે શક્ય હશે તે રીતે દેશની સેવા કરીશ. ભારતનું રાષ્ટ્રગાન હંમેશા મને પ્રેરિત કરે છે.

You might also like