શહેરના ૫ હજાર વેપારીઅોને ટીન નંબર રદ કરવા નોટિસ

અમદાવાદ: અમદાવાદ વેટ વિભાગ દ્વારા શહેરના અંદાજે પ૦૦૦થી વધુ વેપારીઓને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. વેપારીઓને આપવામાં આવેલી નોટિસ મુજબ જે પણ વેપારીએ તેમનું માસિક કે ત્રિમાસિક ‌િરટર્ન નહીં ભર્યું હોય તેમના ટીન નંબર સસ્પેન્ડ અથવા તો રદ કરી દેવામાં આવશે. વેટ વિભાગની આ નોટિસના પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વેટ વિભાગે કડક વલણ અપનાવીને જે વેપારીઓએ માસિક કે ત્રિમાસિક ‌િરટર્ન નહીં ભર્યું હોય તેવા કિસ્સાઓમાં આકરાં પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે આ માસના છેલ્લા સપ્તાહ પહેલાં એટલે કે રર તારીખ સુધીમાં ‌િરટર્ન-પત્રક નહીં જમા કરાવનાર વેપારીનો ટીન નંબર સસ્પેન્ડ અથવા તો રદ કરી દેવામાં આવશે.
શહેરના અનેક વેપારીઓએ રેન્ડમ વેટપત્રક ભરવા માટે અરજી કરી છે, જે લાંબા સમયથી વિભાગમાં પેન્ડિંગ છે.

ભાગમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે વેપારી ઓનલાઇન જનરલ કેટેગરીમાં વરો ભરી શકે નહીં, જ્યાં સુધી વેપારીની લમસમ વેરો ભરવાની ર૦ર નંબરના પત્રકની વિભાગ અરજી મંજૂર ન કરે ત્યાં સુધી કમ્પ્યૂટર પર તે વેપારી જનરલ કેટેગરીમાં આવે અને તે વેપારીએ લમસમ વેરો ભરવાની અરજી કરી હોવાના કારણે ન ઘરનો કે ઘાટનો રહેવાથી મેન્યુઅલ ‌િરટર્ન ભરવાં પડે. આ સંજોગોમાં સમયસર ‌િરટર્ન નહીં ભરવાથી પણ કેટલાક વેપારીઓને નોટિસ મળી છે.

આ અંગે વેટ વિભાગના અધિકારી કહે છે કે કાયદો કહે છે કે ત્રણ હપ્તામાં ‌િરટર્ન ન ભરાય તો નોટિસ બજે અને અમે કાયદાનું પાલન કરીએ છીએ. વેટ પ્રેક્ટિશનર સંદીપ શાહે જણાવ્યું હતું કે જે વેપારીનાં ‌િનલ ‌િરટર્ન હોય ટર્નઓવર ના થયું હોય તેવા વેપારીઓ પત્રક જમા કરાવતા નથી તેમના ટીન નંબર પણ રદ થઇ રહ્યા છે.

જો વેપારી લમસમ કેટેગરીમાં ‌િરટર્ન સમયસર ન ભરે તો વિભાગ એક પત્રકદીઠ રૂ.૧૦૦૦થી રૂ.ર૦૦૦નો દંડ કરે છે. સામાન્ય કેટેગરીમાં સમયસર ‌િરટર્ન ન ભરવાના રોજનો રૂ.૧૦૦ પત્રકદીઠ દંડ અને વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦, જેઓ ત્રિમાસિક ‌િરટર્ન ભરે છે તેમને પહેલા ૭ દિવસ ડીલે માટે રૂ.૧૦૦૦ અને પછી વધુમાં વધુ ૧૦,૦૦૦નો દંડ વિભાગ કરે છે. આ ઉપરાંત પેનલ્ટી અને વ્યાજ પણ વેપારીએ ચૂકવવું પડે. ટર્નઓવર ગમે તેટલું હોય, પરંતુ ૬૦ હજાર સુધીના વેેરામાં ત્રિમાસિક ‌િરટર્ન ભરવાનાં થાય.

વેટ વિભાગ દ્વારા નાના-મોટા વેપારીઓએ બેદરકારી, અરજી પેન્ડિંગ કે સમયસર માસિક કે ત્રિમાસિક ‌િરટર્ન નહીં ભરનારા અમદાવાદના વેપારીઓને નો‌િટસ ઇશ્યૂ કરી છે, જેમાં ટીન નંબર રદ કે સસ્પેન્ડ કરવા સુધી જણાવાયું છે.

You might also like