હવે કોઇના વાહનનો નંબર નહીં હોય 420, RTO સિસ્ટમમાંથી કાઢી શકે છે આ નંબર

અમદાવાદઃ આપણે નવું જ વાહન છોડાવ્યું હોય અને RTO તરફથી તેનો નંબર આપણને 420 મળે તો.. કેવું લાગે.. અમદાવાદમાં કેટલાક લોકો એવા છે કે જેમના વાહનનો નંબર 420 છે. તેમના વાહનના આ નંબરને કારણે તેઓ અનેક વખત ક્ષોભજનક પરિસ્થિતીમાં મુકાઇ ચૂક્યા છે. ત્યારે આ મામલે અનેક લોકો દ્વારા ફરિયાદ થયા બાદ અમદાવાદ RTO દ્વારા હવે કોઇના પણ વાહનનો નંબર 420 ન આપવા અંગે જણાવ્યું છે.  અમદાવાદ RTOએ 420 નંબર સિસ્ટમમાંથી નિકાળી દેવાનું નક્કિ કર્યું છે. જેથી કરીને અમદાવાદના કોઇ પણ વાહન ચાલકે ક્ષોભજનક સ્થિતીમાં ન રહેવું પડે.

420 નંબર IPCની કલમ 420 સાથે સંકળાયેલ છે. જે છેતરપિંડી સાથે સંકળાયેલ છે. RTO સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં  આશરે 350 જેટલા ટુ વ્હિલર અને ફોર વ્હિલરમાં આ નંબર છે. તેમના વાહનનો આ નંબર તેમના માટે મુશ્કેલી રૂપ સાબિત થયો છે. RTOમાં આ નંબરને લગતી અનેક ફરિયાદો આવી છે. આ અંક છેતરપીડી સાથે સંકળાયેલો હોવાથી લોકો પોતાના વાહન તરીકે તેને લેવાનું પસંદ નથી કરતી. જોકે કેટલાક લોકો એવા પણ છે કે જે આ  નંબર પૈસા આપીને પણ લે છે. પરંતુ મહત્તમ ફરિયાદને પગલે RTO આ નંબરને સિસ્ટમમાંથી નિકાળવાનું વિચારી રહી છે. જોકે આ નિર્ણય લેતા પહેલાં RTO ગ્રાહકો અને પબ્લિકનો મત લેશે. ત્યાર બાદ નિર્ણય લેશે.

http://sambhaavnews.com/

You might also like