Header

ઓગસ્ટા વેસ્ટલેંડ ગોટાળા મુદ્દે રાજ્યસભામાં જોરદાર હોબાળો

નવી દિલ્હી: રાજ્યસભામાં ઓગસ્ટા વેસ્ટલેંડ કરારને લઇને જોરદાર હોબાળો થયો. કોંગ્રેસના હોબાળાના લીધે સદનની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. સદનની કાર્યવાહી બપોરે શરૂ થતાં જ કોંગ્રેસ સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. જેના લીધે સદનની કાયવાહી ફરી સ્થગિત કરવી પડી હતી.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરઃ લાંચ આપવા બદલ કંપનીના પ્રમુખને સજા

કોંગ્રેસના નેતાઓએ સદનમાં એકતરફ ઉત્તરાખંડનો મુદ્દો ઉઠાવ્યો તો ભાજપે યૂપીએ સરકરાના કાર્યકાળમાં ઓગસ્ટા હેલિકોપ્ટર ગોળાનો મુદ્દો ઉઠાવીનો વિપક્ષ પર પલટવાર કર્યો. રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઓગસ્ટા ડીલ પર ચર્ચા માટે નોટીસ આપી. સ્વામીએ ઓગસ્ટા હેલિકોપ્ટર ગોટાળામાં સોનિયાનું નામ લીધું કે તરત જ કોંગ્રેસના સાંસદોએ જોરદાર હંગામો મચાવ્યો.

ઓગસ્ટા હેલિકોપ્ટર ડીલ પાછળ સોનિયા ગાંધી મુખ્ય ભેજુ : ઇટાલીયન કોર્ટ

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસનો બચાવ કરતાં કેન્દ્ર સરકારને પ્રશ્ન કરતાં કહ્યું કે ઓગસ્ટા વેસ્ટલેંડનું નામ મેક ઇન ઇન્ડીયાની યાદીમાં કેવી રીતે આવ્યું. મોદી સરકારે તેને યાદીમાંથી બહાર કેમ કર્યું. શું ઇટાલીયન મરીને લઇને કોઇ ડીલ થઇ છે? ગુલામ નબી આઝાદે આ મામલે આરોપી ક્રિશ્વિયન મિશેલના પત્રનો હવાલો આપ્યો. કોંગ્રેસે દાવો કર્યો કે મીશેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

ઓગસ્ટા વેસ્ટલેંડ ચોપર ડીલઃ સંસદમાં કોંગ્રેસને સકંજામાં લેશે બીજેપી, સોનિયા પર નિશાન

ગુલાબ નબી આઝાદના પ્રશ્નોનો જવાબ આપતાં નાણામંત્રી અરૂણ જેટલી કહ્યું કે ડીલને લઇને કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે. જેટલીએ કહ્યું કે ઇટલી સાથે પીએમ મોદીની આવી કોઇ વાત થઇ નથી. ઓગસ્ટા વેસ્ટલેંડ મુદ્દે લાંચકાંડની તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યસભાના સાંસદ સુબ્રમહ્મણ્યમ સ્વામી ઓગસ્ટા ડીલ પર ચર્ચા માટે નોટીસ આપી હતી. તો બીજી તરફ લોકસભામાં મીનાક્ષી લેખીએ ઓગસ્ટા ડીલનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસે પણ ઓગસ્ટા વેસ્ટલેંદ મુદ્દે ચર્ચા માટે બંને સદનોમાં નોટીસ આપી.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ પર જાગી સરકાર, ભારતીય દૂતાવાસ પાસે માંગ્યો જવાબ

આ પહેલાં ભાજપે ઓગસ્ટા વેસલેંડ હેલિકોપ્ટર ડીલમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમની પાર્ટીના અન્ય નેતાઓને ટાર્ગેટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે જેથી વિપક્ષોને ઘેરી શકે જેથી ઉત્તરાખંડ મુદ્દે રાજ્યસભામાં કાર્યવાહીમાં વિધ્ન આવી રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસે પોતાના બચાવ માટે રણનીતિ તૈયાર કરી. આ મુદ્દે સોનિયાએ પોતાના નિવાસસ્થાન જનપથ પર સંસદ શરૂ થવાના પહેલાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. બેઠકમં રાહુલ ગાંધી, આનંદ શર્મા જ્યોતિરાવદિત્ય સિંધિયા સહિત ઘણા મોટા નેતાઓ હાજર હતા. ઓગસ્ટા ડીલ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે આરોપોનો કોઇ આધાર નથી, મારી પાર્ટી જવાબ આપશે.

કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વિરૂદ્ધના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ‘અમે આ આરોપોને નકારી કાઢીએ છીએ.’ રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા આનંદ શર્માએ સંવાદદાતાઓને કહ્યું કે પાર્ટીને પણ હલકીકક્ષાની ટિપ્પણી કરવી ન જોઇએ. કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાનની ઇમાનદારી અને બુદ્ધિમત્તા પર કોઇપણ પ્રશ્નો ઉદભવે નહી. શર્માએ એ પણ દાવો કર્યો કે મોદીના ‘અંગત બિઝનેસમેનો’એ ઓગસ્ટા વેસ્ટલેંડની સાથે સહમતિ પત્ર પર સહી કરી. પરંતુ તેમણે નામ જણાવવાની ના પાડી દીધી.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇટલીના મિલાન કોર્ટ ઓફ અપીલ્સે ઓગસ્ટા વેસ્ટલેંડ મુદ્દે કહ્યું કે 2013માં ભારત સરકારે કોર્ટને જરૂરી દસ્તાવેજો પુરા પાડ્યા છે જેથી ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થઇ શકે. આ વીવીઆઇપી હેલિકોપ્ટર કરાર 2010માં થયો હતો. કોર્ટે કહ્યું કે આ ભ્રષ્ટાચાર થયો હતોઅ ને તેમાં વાયુસેનાના પ્રમુખ એસપી ત્યાગીને લાભ પહોંચાડવામાં આવ્યો હોવાના પુરતા પુરાવા છે જે પ્રાથમિક તબક્કે વિશ્વાસ અપાવે છે. કોર્ટના જણાવ્યા અનુસાર ડીલમાં એકથી દોઢ કરોડ ડોલરનું ગેરકાયદેસર ફંડ ભારતીય ઓફિસરો સુધી પહોંચાડ્યું. કોર્ટનો ચૂકાદો 225 પાનાનો છે. 17 પેજમાં ફક્ત પૂર્વ વાયુસેનાના પ્રમુખ ત્યાગીનો ઉલ્લેખ છે.

You might also like