અગસ્તા વેસ્ટલેન્ડ આરોપીઓની વિરુદ્ધ સમન બજાવાયું

નવી દિલ્હી : એક ખાસ કોર્ટે 3600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર કરાર અંગે જોડાયેલા ધનશોધનનાં એક કિસ્સામાં 3 આરોપીઓની વિરુદ્ધ આજે નવુ સમન બહાર પાડવામાં આવ્યું. આ મુદ્દે પહેલા કોર્ટે બ્રિટિશ નાગરિક અને કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યો હતો.

વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે ભારત સ્થિતકંપની મીડિયા એક્ઝિમ પ્રા.લિ અને તેનાં નિર્દેશકો આર.કે નંદા તથા જે.બી સુબ્રમણ્યમની વિરુદ્ધ ફરીથી સમન બહાર પાડ્યું છે. કોર્ટે તેમને 22 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજુ થવા માટે જણાવ્યું છે. કંપનીની સ્થાપના જેમ્સ, નંદા અને સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા આ આદેશ બહાર પાડ્યો તે પહેલા પ્રવર્તન નિર્દેશાલયની તરપથી રજુ વકીલ એન.કે મટ્ટાએ કહ્યું કે ગત્ત સુનવણીનાં દિવસે ત્રણેય આરોપીઓની વિરુદ્ધ બહાર પડાયેલ સમન બજાવવામાં નહોતું આવ્યુ.

You might also like