અગસ્તા મુદ્દે ઇડીનાં 3 મહાનગરોમાં દરોડા : 86 કરોડનાં શેરની જપ્તી

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં ઇડીએ સોમવારે મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ ખાતે વિવિધ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઇડીએ બપોર પછી કાર્યવાહી ચાલુ કરી હતી. દરોડા દરમિયાન ત્રણેય શહેરોમાં ગોટાળા અંગે ઇઢીએ દુબઇ, મોરેશિયસ અને સિંગાપુરની કંપનીઓનાં શેર જપ્ત કર્યા હતા. જણાવાઇ રહ્યું છે કે ઇઢીએ લગભગ 86.07 કરોડ રૂપિયાનાં શેર જપ્ત કર્યા છે.

શું છે અગસ્તા હેલિકોપ્ટર ગોટાળો ?

વીવીઆઇપી હેલિકોપ્ટર અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાંઇટાલીની એક કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દેશીરાજનીતીમાં જાણે ભુકંપ આવ્યો હતો. કહેવાઇ રહ્યું છે કે 53 કરોડ ડોલરની ડીલ માટે કંપનીએ ભારતીય અધિકારીઓને 125 કરોડ રૂપિયા જેટલી લાંચ આપી હતી. ઇટાલીની કોર્ટે ચુકાદામાં પુર્વ આઇએએફ ચીફ એસ.પી ત્યાગનું નામ પણ નોંધ્યું હતું. ભારતીય વાયુસેનાનાં 12 વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવા માટે એગ્લો ઇટાલીયન કંપની અગસ્તા વેસ્ટલેન્ડની સાથે 2010માં થયેલા 3 હજાર 600 કરોડ રૂપિયાનાં કરારને જાન્યુઆરી 2014માં સરકારે રદ્દ કરી દીધો હતો.

આ કરારમાં 360 કરોડ રૂપિયાનું કમીશન ખવાયું હોવાનો આરોપ છે. કમીશનની ચુકવણીનાં સમાચારો આવ્યા બાદ ભારતીય વાયુસેનાને આપવામાં આવનારા 12 એડબલ્યૂ 101 વીવીઆઇપી હેલિકોપ્ટરનાં સોદાને પણ સરકારે 2013માં અટકાવી દીધો હતો. અત્રે નોંધનીય છે કે ત્યાં સુધી ભારતે 30 ટકા રકમ ચુકવી પણ દીધી હતી. ત્રણ અન્ય હેલિકોપ્ટર માટે ચુકવણીની પ્રક્રિયા ચાલી રહી હતી. આ ગોટાળાનાં કારણે સમગ્ર રાજનીતીમાં ભારે તંગ પરિસ્થિતી સર્જાઇ હતી.

You might also like