કૃષિ કલ્યાણ સેસથી પ્રોડક્શન કોસ્ટ વધશે

મુંબઇ: કૃષિ કલ્યાણ સેસ લગાવવામાં આવતાં પ્રોડકશન કોસ્ટમાં વધારો થતાં એસોચેમના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગે કૃષિ કલ્યાણ સેસ સંબંધે પુનઃવિચાર કરવો જોઇએ. નોંધનીય છે કે નાણાપ્રધાને સામાન્ય બજેટમાં પાંચ ટકા કૃષિ કલ્યાણ સેસ લાદવાની જાહેરાત કરી હતી, જે આગામી ૧ જૂનથી અમલી બની રહી છે.

એસોચેમે વધુમાં જણાવ્યું કે કૃષિ સેક્ટરમાં જોડાયેલા લોકો પણ એવી સેવાઓ લે છે, જેના ઉપર સર્વિસ ટેક્સ લાગે છે. નાણાં વિભાગને વિનંતી કરી છે કે ખેડૂતોને સર્વિસ ટેક્સ અને સેસ બંને પાછા આપવા જોઇએ, એટલું જ નહીં સેનવેટ ક્રેડિટ રૂલ્સ ર૦૦૪માં વધુ સંશોધનની માગ કરી છે.

સરકારે એ‌િગ્રકલ્ચર સેક્ટર ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ સેક્ટરને સારી ટેક્નોલોજી પૂૂરી પાડવી જોઇએ, એટલું જ નહીં વધુ પાક માટે સારા બિયારણને પ્રોત્સાહન આપવાની પણ એસોચેમે માગ કરી છે.

You might also like