ભાવને અંકુશમાં લેવા એગ્રી કોમોડિટીના કારોબાર પર પાંચ ટકા વધારાનું માર્જિન

મુંબઇ: કઠોળ સહિત વિવિધ એગ્રી કોમોડિટીના હાજર બજારના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. કોમોડિટી બજારમાં સટોડિયાઓની સટ્ટાખોરી પર અંકુશ મૂકવા તથા જમાખોરી અટકાવવા સરકારે માર્જિન લગાવી દીધું છે. એનસીડીઇએક્સ પર સોયાબીન, સરસવ અને એરંડાના કારોબાર પર પાંચ ટકા વધારાનું માર્જિન લગાવ્યું છે. આ વધારાનું માર્જિન ખરીદ અને વેચાણ બંને પર લાદવામાં આવ્યું છે.
કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સના જણાવ્યા પ્રમાણે આ વધારાનું માર્જિન લાદવાનો નિર્ણય ફોરવર્ડ માર્કેટ કમિશનની માર્ગદર્શિકા અંતર્ગત લેવામાં આવ્યો છે. ચણા ઉપર પણ વધારાનું માર્જિન લગાવવાનો નિર્ણય ફોરવર્ડ માર્કેટ કમિશનની માર્ગદર્શિકા અનુસાર લેવાયો છે.

દરમિયાન કોમોડિટી એક્સચેન્જ દ્વારા લગાવવામાં આવતા વધારાના માર્જિનના નિર્ણયની અસરે વાયદા બજારની પાછળ હાજર બજારમાં પણ ભાવ તૂટ્યા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિવિધ તેલીબિયાંની કોમોડિટીમાં છેલ્લા એક મહિનાથી જે મોટી વધ-ઘટ જોવા મળી રહી છે તેના કારણે સટોડિયાઓ વધુ સક્રિય થયા હોવાના સંકેતો મળી રહ્યા છે અને વધતા ભાવ અટકે તે માટે જ સરકારે કોમોડિટી એક્સચેન્જમાં વાયદા કારોબાર પર વધારાનું માર્જિન લગાવવાનો નિર્ણય કર્યો છે.

You might also like