વૈશ્વિક ખાદ્ય કિંમતો સાત વર્ષના તળિયે

મુંબઇ: એગ્રી કોમોડિટીના ભાવમાં જોવા મળેલા ઝડપી ઘટાડાના કારણે વૈશ્વિક ખાદ્ય કિંમતો સાત વર્ષના તળિયે આવી ગઇ છે. બેન્ચમાર્ક ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સમાં ડિસેમ્બર-૨૦૧૫ની સરખામણીએ જાન્યુઆરીમાં ૧.૯ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં આ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ પાછલા વર્ષથી ૧૬ ટકા નીચે એવરેજ ૧૫૦.૪ પોઇન્ટ પર આવી ગયો છે, જે એપ્રિલ ૨૦૦૯ બાદ સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. યુનાઇટેડ નેશનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૫માં દુનિયામાં અનાજનું ઉત્પાદન ૨૫૩.૧ કરોડ ટન આસપાસ રહેવાનું અનુમાન છે, જે ડિસેમ્બરમાં બતાવવામાં આવેલા ઉત્પાદનના અનુમાન કરતાં ૩૯ લાખ ટન વધુ છે, જોકે વર્ષ ૨૦૧૪માં નોંધવામાં આવેલા ઉત્પાદનથી ૩.૦૧ કરોડ ટન ઓછું છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર કેનેડા અને રશિયામાં ઘઉંં તથા ચીન, કેનેડા અને પેરાગુઆમાં અનાજના ઉત્પાદનની ઉપજ સારી છે. રશિયા યુરોપીય સંઘમાં વિવિધ ખેતી પાક અનુકૂળ છે, જ્યારે રિપોર્ટમાં જણાવ્યા અનુસર ભારતમાં નરમ ચોમાસાના કારણે ઘઉંનો પાક ઓછો આવવાની સંભાવના છે.

You might also like