ખતરનાક અગ્નિ-પ મિસાઇલનું ટૂંકમાં પરીક્ષણઃ ચીન પણ રેન્જમાં

નવી દિલ્હી: ભારત એક ટાપુ પરથી બીજા ટાપુ સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવનાર ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) અગ્નિ-પનંુ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. ડિસેમ્બરના આખરી અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓરિસાના વ્હિલર આઇલેન્ડ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવશે.

પરમાણુ શસ્ત્રોની વહન કરવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઇલ અગ્નિ-પ પપ૦૦ કિ.મી. સુધીની રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલનું ચોથું પરીક્ષણ જાન્યુઆરી ર૦૧પમાં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલના દાયરામાં સમગ્ર ચીન હશે. જેના કારણે આ પરીક્ષણને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે લોન્ચની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અગ્નિ-પ મિસાઇલનું આ આખરી પરીક્ષણ હશે અને તેમાં તેની સંપૂર્ણ રેન્જનો ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ જ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ તરફથી તેની યુઝર ટ્રાયલ શરૂ કરાશે. મિસાઇલ અગ્નિ-પનો સેનામાં સમાવેશ થવાની સાથે જ ભારત અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોની કલબમાં સામેલ થઇ જશે. ચીન આ વર્ષે ભારતની એનએસજીમાં એન્ટ્રીનો વિરોધ કરી ચૂકયું છે. તેમ છતાં ભારત ૩૪ દેશની મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમમાં એન્ટ્રી મેળવવામાં કામિયાબ રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મિસાઇલ અગ્નિ-પને ટાર્ગેટ સુધી લઇ જવા માટે ત્રણ ટેસ્ટ હોય છે અને સેનામાં પ્રવેશ પહેલાં તેનો આ આખરી ટેસ્ટ હશે.
http://sambhaavnews.com/

You might also like