વારંવાર વજન કરવાથી ડિપ્રેશન અાવી શકે

વેઈટ લોસ કરવા માગતી યુવતીઓને રોજ દિવસમાં બે વાર વજન માપવાની અાદત હોય છે. રોજ ખાધા પછી અથવા તો ભોજન સ્કિપ કર્યા પછી કેટલું વજન ઘટ્યું કે વધ્યું એ તપાસવામાં વ્યસ્ત રહેતી યુવતીઓ ડિપ્રેશનમાં અાવી જાય એવી શક્યતાઓ વધુ હોય છે. વજન ઘટવાની પ્રક્રિયા ધીમી હોય છે અને એને રોજ કેટલા ગ્રામ ઘટે છે એમાં માપી શકાય નહીં.

ખાસ કરીને કિશોરાવસ્થા અથવા તો યુવાનીના સમયમાં અા અાદત જોખમકારક છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોતાના રિસર્ચરોનું કહેવું છે કે પુખ્તાવસ્થામાં વેઈટ કન્ટ્રોલ રાખવા ઈચ્છતા લોકો નિયમિત સમયાંતરે વજન માપતા રહે એ સારું છે, પણ કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં એ નુકસાનકારક નીવડી શકે છે. ટીનેજ દરમિયાન પોતાની ફિગર બાબતે વધુપડતી કોન્શ્યસ છોકરીઓમાં પોતાના માટેનું અાત્મગૌરવ ઘટે છે અને ડિપ્રેશન અાવી શકે છે. રિસર્ચરોએ ૧૯૦૦ ટીનેજર્સ અને યંગસ્ટર્સની ખાવાપીવાની અાદત અને પ્રવૃત્તિ કેટલી છે એ નોંધી હતી.

You might also like