અફઝલ ગુરુનો પુત્ર ૧૦મા ધોરણના ટોપર્સમાં સામેલ

જમ્મુ: સંસદ ભવન પર અાતંકી હુમલાના અારોપી અફઝલ ગુરુનો પુત્ર ગાલિબ અફઝલ જમ્મુ- કાશ્મીર બોર્ડની ૧૦મા ધોરણની પરીક્ષામાં ટોપર્સમાં સ્થાન પામ્યો છે. બોર્ડ તરફથી ગઈ કાલે રજૂ કરાયેલા ૧૦મા ધોરણનાં પરિણામોમાં ગાલિબ અફઝલે ૯૪.૫ ટકા મેળવ્યા છે.

ગાલિબને તમામ વિષયમાં એ-૧ ગ્રેડ મળ્યો છે. ગાલિબે અંગ્રેજી, ગણિત, સોશિયલ સાયન્સ, સાયન્સ અને ઉર્દૂની પરીક્ષા અાપી હતી. અા તમામ વિષયોમાં ગાલિબે ૧૦માંથી ૧૦ ગ્રેડ મેળવ્યા છે. અા પરીક્ષામાં ટોપર્સ તાવીશ મંજૂર રહ્યો. તાવીશે ૯૯.૬ ટકા માર્ક્સ મેળવ્યા છે. પરીક્ષાનાં પરિણામો જાહેર થયા બાદથી ગાલિબ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. નેકાના કાર્યકારી અધ્યક્ષ ઉંમર અબ્દુલ્લાઅે પણ ગાલિબને અા સફળતા માટે અભિનંદન અાપ્યાં છે.

રેડિયન્ટ પબ્લિક સ્કૂલ-અનંતનાગના તાવીશ મંજૂરે ૧૦મા ધોરણમાં ૫૦૦ માર્ક્સમાંથી ૪૯૬ માર્ક્સ મેળવ્યા છે. અા પરીક્ષામાં બીજા અને ત્રીજા સ્થાન પર છોકરીઅોઅે કબજો જમાવ્યો. અે વાત જાણવા મળી નથી કે ગાલિબે ટોપર્સના લિસ્ટમાં કયું સ્થાન મેળવ્યું છે.

You might also like