મેચ જીત્યા બાદ Wife અનુષ્કા માટે વિરાટે કર્યું કંઈક આવું…

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મંગળવારે IPL 2018માં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 14 રનથી હરાવ્યું હતું. મેચ પછી વિરાટ કોહલીએ આ વિજય પત્ની અનુષ્કાને સમર્પિત કરી હતી. વિરાટે તરફથી અનુષ્કા માટે આ એક નાની ભેટ હતી. જન્મદિવસના આ પ્રસંગે, પતિ દ્વારા આ ભેટ આપી હતી.

1 મે, 1988ના રોજ જન્મી હતી અનુષ્કા શર્મા. આર્મી પરિવારમાં તેનો ઉચ્છેર થયો હતો. અનુષ્કા શર્માના પિતા અજય કુમાર શર્મા લશ્કર અધિકારી હતા, જ્યારે તેનો ભાઈ કારનેશ શર્મા મર્ચન્ટ નેવીમાં છે. મંગળવારે વિરાટ કોહલીએ તેના 30મા જન્મદિવસની ઉજવણી બાદ અનુષ્કાએ તેની ખુશી વ્યક્ત કરી હતી.

વિરાટે કહ્યું કે ‘મારી પત્ની આજે અહીં છે, આજે તેના જન્મદિવસ પર મારા તરફથી તેને આ એક નાની ભેટ છે. હું ખુશ છું કે તેઓ આજે અહીં અમારી ખુશીનો આનંદ માણી રહી છે.’

સતત પરાજય મેળવવા પછી આ જીત અંગે વાત કરતા કોહલીએ કહ્યું હતું કે, “અમને આ જીતની જરૂર છે. આ ટુર્નામેન્ટનો એક મહત્વનો ભાગ છે.”

 

તમને જણાવીએ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLની 31મી મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન કર્યા હતા. જવાબમાં, મુંબઈ ઇન્ડિયન્સે 7 વિકેટે ગુનાવીને માત્ર 153 રન કર્યા હતા.

ત્યાર બાદ, વિરાટ અને અનુષ્કા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

You might also like