NSG પર ભારતને પુરજોર સમર્થન, અમેરિકા બાદ ફ્રાંસ પણ ભારત સાથે

સિઓલઃ NSGમાં સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભારતના પ્રયાસોમાં અમેરિકા બાદ હવે ફ્રાંસે પણ સમર્થન આપ્યું છે. સોલમાં આજે બે દિવસીય સત્ર શરૂ થવાનું છે. ફ્રાંસે પૂર્ણસમર્થન કરવા સાથે જણાવ્યું છે કે આનાથી પરમાણુ પ્રસાર વિરૂદ્ધ વૈશ્વિક પ્રયાસ મજબુત બનશે, સાથે જ સભ્ય દેશોએ સોલમાં થનારી પૂર્ણ અધિવેશનમાં સકારાત્મક નિર્ણય લેવો જોઇએ. વિદેશ સચિવ એસ જયશંકર ભારતના સભ્યપદ માટે 48 દેશોના સમૂહને સહમત કરવા માટે સિઓલ પહોંચી ગયા છે.

ભારતો વિરોધ ચીન એમ કહીંને કરી રહ્યું છે કે નવી દિલ્હી દ્વારા પરમાણુ અપ્રચાર સંધિ (એનપીટી) પર સહીં કરવામાં આવી નથી. જો કે તેઓ કહીં રહ્યાં છે કે NSGમાં ભારતને છૂટછાટ આપવામાં આવે તો પાકિસ્તાનને પણ સમૂહનું સભ્યપદ આપવું જોઇએ. ભારત અને પાકિસ્તાનના સભ્યપદ અંગે ચીને જણાવ્યું હતું કે આ વિષય પૂર્ણ સત્રના એજન્ડામાં નથી. અહીં બીજિંગે બંને પડોશી દેશોના મુદ્દાઓને એકસાથે કરીને જોયા, જ્યારે તેમના પરમાણુ અપ્રસાર ટ્રેક રેકોર્ડમાં અંતર છે.

નવી દિલ્હીમાં અધિકારીઓએ એ બાબત પર ભાર મૂક્યો છે કે NSGની પ્રક્રિયા નાજુક અને જટીલ છે અને ભારતની સંભાવનાઓ પર અટકણો ન લગાવવી જોઇએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે સત્તાધિશો સાથે બેઠક કરી શકે છે. જ્યાં તેઓ એસીઓના સંમેલનમાં ભાગ લઇ શકે છે. મોદી NSGના મુદ્દે જિનપિંગ સાથે વાત કરશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચીન તેના નિર્ણયમાં પરિવર્તન લાવશે કે નહીં.

You might also like