સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે પાકિસ્તાન વિરુદ્ધ સાઇબર જંગ

નવી દિલ્હી: ભારતીય આર્મીની સર્જિકલ સ્ટ્રાઇક પછી હવે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય હેકર્સે કથિત રૂપે સાઇબર વાર શરૂ કર્યો છે. એ હેઠળ પાકિસ્તાની સરકારના નેટવર્કને નિશાન બનાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રેજમવેર દ્વારા પાકિસ્તાની વેબસાઇટનો ડેટા લોક કરવામાં આવી રહ્યો છે. રેજમવેયર એટલે કે વસૂલી માટે કરવામાં આવેલ સાયબર એટેક.

વુપ્પાલા ધાની નામના એક ભારતીય હેકર ગ્રુપે દાવો કર્યો છે કે તે લોકાએ પાકિસ્તાની સરકારના નેટવર્કમાં ઘૂસીને ત્યાંના હજારો લોકોના કોમ્પ્યૂટરને પોતાના કંટ્રોલમાં લીધા છે. ખતરનાક પ્રોગ્રામનો ઉપયોગ કરતાં આ ગ્રુપે કોમ્પ્યુટરર્સને લોક કરી દીધા કારણ કે તેમના યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે નહીં.

નોંધનીય છે કે હાલમાં જ થયેલા ઉડી એટેકના 10 દિવસ પછી આ સાયબર એટેક શરૂ કરી દીધો હતો. સૂત્રો દ્વારા Haxors Crew નામના પાકિસ્તાની હેકર્સનું એક ગ્રુપ ભારત દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ 7,051 ભારતીય વેબસાઇટને હેક કરવાનો દાવો કર્યો છે. એમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સત્તાવાર વેબસાઇટ અે બિહાર સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ની વેબસાઇટનો પણ સમાવેશ થાય છે.

સાયબર ક્રાઇમ એક્સપર્ટ કિસલય ચૌધરીએ કહ્યું કે, ‘પાકિસ્તાન હેકર્સ ભારતીય વેબસાઇટને નિશાન બનાવી રહ્યા છે.’ એ એવી નકલી લિંક્સ અને વીડિયોઝ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં એવું લખ્યું છે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું જ નથી.

You might also like