સાપુતારામાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, સહેલાણીઓએ માણી વરસાદની મજા

ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં વરસાદી માહોલ જામતા ચારેય કોર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાપુતારામાં સહેલાણીઓનો ભારે ધસરો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વધઈનો ગીરા ધોધ પણ સક્રીય થયો છે.

ગીરા ધોધ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે આસપાસનું વાતાવરણ આહલાદક બન્યું છે. સાપુતારામાં ધોધના કારણે ધુમ્મસ ભર્યુંવાતાવરણ થયું છે.

ત્યારે સહેલાણીઓ ગીરા ધોધ નિહાળવા માટે પહોંચી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ પહોંચ્યા છે. પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્ય પ્રેમી લોકો આ નજારો નિહાળવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. ડાંગના ગીરાધોધનું વાતાવરણ આહલાદક બન્યું. આ ધોધમાં પાણીની આવક વધતા સહેલાણીઓ જોવા ઉમટયા છે.

You might also like