પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ રોહિત શેખરની પત્ની સહિત પરિવારજનોની પૂછપરછ

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન દિવંગત નારાયણદત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતના મામલામાં સનસનીખેજ ખુુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મૃત્યુ અનનેચરલ ડેથ હોવાનું બહાર આવ્યું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર રોહિતનું ગળું દબાવીને હત્યા કરાઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે રોહિત શેખરની હત્યામાં તેની પત્ની અને સસરાની તપાસ થશે. ક્રાઇમ બ્રાન્ચે રોહિત શેખરની પત્નીની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

રોહિત શેખર તિવારીના મોતની તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિફેન્સ કોલોની સ્થિત તેમના ઘરે પહોંચી ગઇ હતી અને રોહિતી માતા ઉજ્વલા તિવારી, તેમની પત્ની અને તેમના સસરાની પૂછપરછ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે રોહિતના ભાઇ અને નોકરોના ભાઇને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. દરમિયાન મહિલા પોલીસકર્મીઓ પણ હાજર રાખવામાં આવ્યાં હતાં. રોહિત શેખરનું ૧૬ એપ્રિલે દિલ્હીની મેકસ હોસ્પિટલમાં મોત થયું હતું.

આ દરમિયાન રોહિતની માતા ઉજ્વલાએ જણાવ્યું હતું કે તેનું મોત કુદરતી રીતે થયું છે. રોહિતના સસરાએ ક્રાઇમ બ્રાન્ચને પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લખનીય છે કે નારાયણ દત્ત તિવારીના બાયોલોજિકલ પુત્ર રોહિત શેખર ઘણા લાંબા સમયથી કાનૂની યુદ્ધ લડી રહ્યા હતા

રોહિત શેખરે દાવો કર્યો હતો કે એન.ડી.તિવારી તેના જૈવિક પિતા છે એ પુરવાર કરવામાં તેમણે ર૦૦૮થી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને કોર્ટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો હતો.

પહેલાં તો એન.ડી. તિવારીએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પાછળથી તેઓ તૈયાર થયા હતા. વર્ષ ર૦૧રમાં દિલ્હી હાઇકોર્ટે તિવારીના ડીએનએ રિપોર્ટના પરિણામોની જાહેરાત કરીને એવો ચુકાદો આપ્યો હતો કે નારાયણ દત્ત તિવારી દિલ્હી નિવાસી રોહિત તિવારીના બાયોલોજિકલ પિતા છે.

You might also like