નોટબંધી બાદ મોટી રકમ કેશ ડિપોઝીટ કરાવનાર કંપની ઓળખ કરાઇ

મુંબઇ: મિનિસ્ટર ઓફ કોર્પોરેટ અફેર્સ વિભાગે નોટબંધી બાદ ૧૮ કંપનીઓ ઓળખી કાઢી છે કે જેણે મોટી રકમ જમા કરાવી છે. સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ-એસએફઆઇઓએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાયેલી આવી ૧૮ કંપનીઓને ઓળખી કાઢી છે.
આ ૧૮ કંપનીમાંથી મોટા ભાગની કંપનીઓ આંધ્રપ્રદેશમાં રજિસ્ટર્ડ છે, કે જેણે મોટી રકમ કેશ ડિપોઝિટ કરી છે. ડ્રીમલેન્ડ મેન પાવર સોલ્યુશન પ્રા.લિ. કંપનીએ ૩,૧૬૬ કરોડ રોકડા બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા.

એ જ પ્રમાણે દિલ્હી એનસીઆર બેઝ ડોરમેટ કંપની કે જેણે ૨,૪૫૦ કરોડ રૂપિયા જમા કર્યા હતા. સ્ટર્લિંગ એગ્રોએ ૬૨૬ કરોડ, હરિયાણા સ્થિત એસએમઆઇ કંપનીએ ૪૬૪ કરોડ નોટબંધી બાદ રોકડમાં જમા કર્યા હતા. એ જ પ્રમાણે મુંબઇ સ્થિત માવેરિક હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિ. કંપનીએ ૪૩૦ કરોડ, ગ્રેટ ઇસ્ટર્ન એનર્જી કોર્પોરેશને ૪૦૦ કરોડ, જ્યારે દિલ્હી સ્થિત સીડ્સ એન્ડ ગ્રેઇન ઇન્ડિયા પ્રા.લિ. કંપનીએ ૩૦૮ કરોડ રૂપિયા રોકડા બેન્કમાં જમા કર્યા હતા.

એમજી હાઉસિંગે ૩૦૮ કરોડ, એસઇડબ્લ્યુ યુરો ડ્રાઇવ ઇન્ડિયા પ્રા.લિ.એ ૨૫૫ કરોડ, જ્યારે પૂણે સ્થિત લોજિક્સ સોફ્ટ પ્રા. લિ.એ ૨૫૫ કરોડ રોકડા જમા કરાવ્યા હતા. આયર્ન એન્ડ સ્ટીલ કંપની રોયલોક સ્ટીલ્સ પ્રા.લિ.એ ૨૪૦ કરોડ, આત્મા ટ્યૂબે ૨૨૫ કરોડ જમા કરાવ્યા હતા.

મુંબઇ સ્થિત પાઇપ કંપની સુજાલા પાઇપ પ્રા. લિ.એ ૧૬૧ કરોડ, જ્યારે ગુજરાતની એક કંપનીએ ૧૩૫ કરોડ રોકડા જમા કરાવ્યા હતા.

You might also like