છેલ્લા ઘણા સમયથી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ રાજકોટના ગોંડલ રોડ પર શાપર-વેરાવળ પાસે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો
આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાક થયો હતો. જ્યારે 2 જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી અને ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.
રાજકોટના શાપર વેરાવળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે ગોડાઉનના માલિક નરેદ્ર પટેલે બચાવ કર્યો છે.નરેદ્ર પટેલે દોષનો ટોપલો અધિકારીઓ પર ઢોળ્યો છે. જયાં ગોડાઉનના માલિકે કહ્યું કે, ગોડાઉનની આ મિલકત બેંકના કબજામાં છે. 21 હજાર ફૂટ ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતું.
મગફળી નાખ્યા બાદ બે મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.વેરહાઉસ અધિકારી મનોજ જોશીએ કોન્ટ્રા~ટ કર્યો હતો.તો અધિકારીઓએ સિકયોરિટીની રાહ નહોતી જોઈ. અને નાણાંકીય અછતના કારણે વીમો લીધો નહતો.
છેલ્લા ઘણા સમયથી સરકારી ગોડાઉનમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે.. ત્યારે હવે સરકાર એકશનમાં આવી છે. ત્યારે હવે ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠાના 145 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
સરકાર દ્વારા બદલીના સ્થળે હાજર થવા પહેલા રજા નહિ લેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ અધિકારી બદલીના સ્થળે હાજર નહી રહે તેવા અધિકારીઓ સામે પગલા લેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે, છેલ્લા ઘણા સમયથી સરકારી ગોડાઉનમાં ગેરરીતિની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો બાદ સરકાર આવી હરકતમાં આવી છે. ભ્રષ્ટાચારને રોકવા માટે વિભાગના ઉચ્ચ અધિકારીઓને બદલીઓ કરવામાં આવી છે.
રાજકોટના શાપર વેરાવળમાં મગફળીના ગોડાઉનમાં આગ ત્રીજા દિવસે પણ હજી સુધી કાબૂમાં આવી નથી. આ મામલે અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ગોડાઉમા બળેલી મગફળીની બોરીઓમાંથી માટી અને કાકરા મળી આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સરકાર એકશનમાં આવી છે.
આ મામલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.. આ ગોડાઉનમાં આગ લાગવાથી અંદાજે 4 કરોડની મગફળી બળીને ખાખ થઈ હતી.