ફી નિયમન કાયદા બાદ રાજ્ય સરકારે ખાનગી શાળાઓ સામે કસ્યો સંકજો

ફી નિયમનના કાયદાની ઐસી તૈસી કરનારી સ્કૂલોને સરકારે તેની જ ભાષામાં જવાબ આફવા મન બનાવીલીધું છે. રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓ સામે સંકજો કસ્યો છે. બાંયધરી ફી પરત નહીં કરનાર શાળાઓ સામે પગલા ભરવાનું સરકારે નક્કી કર્યું છે. ઉપરાંત વિદ્યાર્થી શાળા છોડે ત્યારે તુરત જ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી બાંયધરી ફી પરત કરી દેવાનો પણ આદેશ કર્યો છે.

એટલું જ નહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ 30 દિવસની અંદર જ આવી ફી પરત કરી દેવાનો આદેશ આપ્યો છે. કેમ કે શિક્ષણ વિભાગેને એ હક્કીત ધ્યાન પર આવી છે કે કેટલીક શાળાઓ બાંયધરી ફી પેટે આવેલી રકમ પોતાની પાસે લાંબો સમય રાખે છે અને આવા ફંડનો પોતાના અંગત કામમાં ઉપયોગ કરે છે.

ફિ નિયમન કાયદાને લઇને અમદાવાદ DEOની તવાઇ
આ અગાઉ આજે અમદાવાદમાં ફી નિયમન કાયદાને લઇને અમદાવાદ ડીઇઓ એકશનમાં આવી ગયા હતા. ડીઇઓએ શહેરની ત્રણ સ્કૂલની મુલાકાત લીધી હતી અને સંચાલકો સાથે મુલાકાત કરી હતી. આમ ફી નિયમન કાયદાને લઇને અમદાવાદ ડીઇઓએ સ્કુલો પર તવાઇ બોલાવીહતી.

જેમાં તેઓએ ઉદ્દગમ સ્કૂલ, ડીપીએસ સ્કૂલ, તુલીપ સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્રણેય સ્કૂલના સંચાલકો સાથે ડીઇઓએ બેઠક યોજી હતી. ડીઇઓ સાથેની બેઠક બાદ સ્કૂલ સંચાલકોએ નિયમ પ્રમાણે ફી લેવા બાંહેધરી આપી હતી. સ્કૂલના નોટિસ બોર્ડ પર ફી અંગેની નોટિસ લગાવી હતી.

You might also like