આપની હાર બાદ કુમાર વિશ્વાસે પાર્ટીને આપી અનોખી સલાહ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસે રાજૌરી ગાર્ડનમાં પાર્ટીની હાર પર ટ્વિટ કર્યું. વિશ્વાસે અબ્બાસ તાબિશનાં એક શેરને ટ્વિટ કર્યું હતું. વિશ્વાસે લખ્યું કે પાની આંખમે ભરક લાયા જા સકતા હૈ, અબ ભી જલતા શહર બચાયા જા સકતા હૈ. તેના દ્વારા વિશ્વાસ પોતાની જ પાર્ટીને શીખ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ 8 રાજ્યોની 10 વિધાનસભા સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે 6 સીટો પર કબ્જો કરી લીધો છે. દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટ પર પણ ભાજપ – અકાલી ગઠબંધનનાં ઉમેદવાર મનજિંદરસિંહ સિરસા જીતી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે બેઠક પર આપનો દબદબો હતો તે સીટ પર આપનાં ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઇ હતી. આ પરિણામ બાદ આપનાં નેતાઓ પણ સડક થઇ ગયા હતા.

You might also like