અનોખો પ્રેમ! પત્નીના મૃત્યુ બાદ પતિએ યાદમાં બનાવ્યું મંદિર……!

સિદ્દિપેત: વર્ષો પહેલાં શાહજહાંએ તેની બેગમ માટે આગ્રામાં તાજમહાલ બનાવ્યો હતો તે વાત તો જગજાહેર છે પણ વર્તમાન સમયમાં તેલંગાણાના સિદ્દિપેત જિલ્લામાં પત્નીનું અવસાન થયા બાદ તેની યાદમાં તેના પતિએ પત્નીનું મંદિર બનાવ્યું છે અને આ મંદિરમાં તેઓ દરરોજ પૂજા કરવા જાય છે. આ વાત બહાર આવતાં અનેક લોકો પતિ અને પત્નીના આ અનોખા પ્રેમની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

આમ તો હાલના યુગમાં આવી ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ તેલંગાણાના સિદ્દિપેત જિલ્લામાં રહેતી એક વ્યક્તિએ આવું જ કંઈક કર્યું છે. તેણે પત્નીની યાદમાં તેની પત્નીનું મંદિર બનાવ્યું છે.  તેલંગાણાના સિદ્દિપેત જિલ્લાની આ ઘટના છે, જ્યાં વીજ વિભાગના રિટાયર્ડ કર્મચારી ચંદ્ર ગૌડે તેની પત્ની રાજમણીની યાદમાં એક મંદિર બનાવ્યું છે. ચંદ્ર ગૌડ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની પત્ની રાજમણીનું બીમારીના કારણે મોત થયું હતું.

રાજમણીનું નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ઼્યા હતા અને પત્નીની યાદોને તાજી રાખવા માટે તેમણે પત્નીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ચંદ્ર ગૌડે સિદ્દિપેત જિલ્લાના દુબક્કા મંડળમાં રાજમણીની યાદમાં મંદિર બનાવ્યું છે. અહીં તેઓ દરરોજ પૂજા કરવા અને ફૂલ ચઢાવવા આવે છે.

મંદિર બનાવ્યા બાદ તેઓ દરરોજ મંદિર જાય છે. અને મંદિરમાં ગયા બાદ તેઓ તેમની પત્નીને યાદ કરીને ભાવુક થઈ જાય છે, જોકે આસપાસના લોકો માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

દૂરના ગામમાંથી પણ લોકો આ મંદિર જોવા માટે આવે છે. હાલ આ બાબતની અાસપાસના વિસ્તારમાં જાણ થતા અનેક લોકો પતિ અને પત્ની વચ્ચેના આ અનોખા પ્રેમની ચર્ચા કરી રહ્યા છે તેમજ અન્ય પ્રેમી દંપતી માટે આ બાબત પ્રેરણારૂપ બની ગઈ છે.

You might also like