એર સ્ટ્રાઇક બાદ પાકે બોર્ડર પરથી તોઈબાના ચાર આતંકવાદી કેમ્પને હટાવી લીધા હતા

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલ એર સ્ટ્રાઇકને લઇ એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ઇન્ડિયા ટીવી પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પુરવાર કરે છે કે બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારે હડકંપ મચી ગયો હતો. પાકિસ્તાન આર્મીથી લઇ આતંકીઓની ઊંઘ હરામ થઇ ગઇ હતી.

પાક. સરકારે આતંકીઓને બોર્ડર પરથી તેમના કેમ્પ હટાવી લેવા આદેશ કર્યો હતો અને આ આદેશ મુજબ લશ્કર-એ-તોઇબાના ચાર આતંકી કેમ્પ બંધ કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને ચાર ખૂંખાર આતંકીઓ-અશ્ફાક બરવાલ, નદીમ, ઝહુર કારી અને વસીમ દારને તેમના કેમ્પ હટાવી લેવા આદેશ કર્યો હતો.

૧૬ માર્ચે એક મિટિંગ પણ યોજાઇ હતી, જેમાં આતંકીઓ સાથે પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓ હાજર રહ્યા હતા. આતંકીઓને બચાવવા માટે પાકિસ્તાની આર્મીની વરદી પહેરવા જણાવાયું હતું, સાથે જ મિટિંગમાં જૈશના ફંડને વધારવાનો પણ નિર્ણય થયો હતો.

ઇન્ડિયા ટીવીને મળેલ એક્સક્લુ‌િઝવ માહિતી અનુસાર ર૬ ફેબ્રુઆરીઅે ઇન્ડિયન એરફોર્સે બાલાકોટમાં પ.૭પ એકરમાં પથરાયેલ જૈશના જે આતંકી સેન્ટરને નિશાન બનાવ્યું હતું તેમાં ૩૦૦ આતંકીઓ માર્યા ગયા હતા અને પાકિસ્તાનને સમજાઇ ગયું હતું કે હિંદુસ્તાન હવે ચૂપ બેસવાનું નથી અને તેથી પાકિસ્તાન આર્મીએ ચાર ખૂંખાર આતંકીઓને બોર્ડર પર આવેલા તેમના આતંકી કેમ્પ તાત્કાલિક હટાવી લેવા આદેશ કર્યો હતો.

You might also like