માયાવતીને વધુ એક ઝટકો, મૌર્ય બાદ આર કે ચૌધરીએ પણ છોડી BSP

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં નેતા વિરોધી દળમાં રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય બાદ બહુજન સમાજ પાર્ટીના વધુ એક મહાસચિવ આર કે ચૌધરીએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

આર કે ચૌધરીએ કહ્યું કે બસપા અધ્યક્ષ માયાવતીને હવે કેડર અને જમીની કાર્યકર્તાના બદલે કોન્ટ્રાક્ટર, માફિયા અને રિયલ એસ્ટેટનું કામ કરનારાઓની જરૂરિયાત છે. માયાવતીના લીધે પાર્ટી સંસ્થાપક કાંશીરામનું સામાજિક પરિવર્તનનો નારો ત્યાં નો ત્યાં જ રહી ગયો છે. તેમણે કહ્યું કે બસપા રાજકીય પક્ષના બદલે રિયલ એસ્ટેટ કંપને બનીને રહી ગઇ છે. તેમણે માયાવતીના કામ કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જોતા જાવ હજુ ઘણા લોકો તેમનાથી અલગ થશે.

પૂર્વ મંત્રી આર કે ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 11 જુલાઇના રોજ તેમણે સમર્થકોની બેઠક બોલાવી છે તેમાં તે નક્કી કરશે કે આગામી રાજકીય પગલું શું ભરવું પરંતુ તે તો નક્કી છે કે તે કોઇ પાર્ટીમાં સામેલ થશે નહી. તેમનું કહેવું હતું કે માયાવતી ખુશામતખોરોના કહેવા પર નિર્ણય લઇ રહી છે. મિશનરી કાર્યકર્તા સાઇડ લાઇન થઇ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આર કે ચૌધરી બસપા સંસ્થાપક કાશીરામના ચાહકોમાંના એક હતા. માયાવતીએ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ દિવંગત બરખૂ રામ વર્માની સાથે ચૌધરીને ફરી એકવાર પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

ત્યારબાદ જો કે પહેલાં વર્માએ અને પછી આર કે ચૌધરીને પાર્ટીમાં પાછા લીધા હતા. આર કે ચૌધરીના પહેલાં ગત 22 જૂનના રોજ સ્વામી પ્રસાદ મૌર્યએ માયાવતી પર વિધાનસભા ચૂંટણીમાં ટિકિત વેચવાનો ગંભીર આરોપ લગાવતાં બસપા છોડી હતી. માયાવતીએ પણ તાત્કાલિક વળતો પ્રહાર કરતાં તેમના પર પરિવારવાદને પ્રોત્ય્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

You might also like