સિગારેટ પીને મેન્થોલવાળી ચ્યૂઈંગમ ચાવવી જોખમી

સિગારેટ પીનારા લોકો સિગારેટ પીધા બાદ મેન્થોલવાળી ચ્યુઈંગમ ચાવતા હોય છે. સિગારેટ પીવાથી જે નુકસાન થાય છે તેના પછી મેન્થોલવાળી ચ્યુઈંગમ ચાવવાથી વધુ નુકસાન થાય છે. નિકોટીન અને મેન્થોલનું મિશ્રણ ભેગુ થઈને ફેફસામાં જાય છે ત્યારે ખૂબ જ નુકસાન થઈ શકે છે. કફ શિરપ, ચ્યુઈંગમ કે કફ માટેની ગોળીઓમાં મેન્થોલ ભરપૂર વપરાય છે મેન્થોલ માત્ર ફ્લેવર અાપતું નથી પરંતુ તેની કેમિકલ અસરો પણ શરીરમાં થાય છે. તેમાંથી પેદા થતું કેમિકલ ફેફસાની નળીઓ માટે જોખમરૂપ છે.

You might also like