રૂસ બાદ ભારત દુનિયાનો સૌથી ‘અસમાન’ દેશ

નવી દિલ્હી: દુનિયામાં ભારત બીજો સૌથી વધુ ‘અસમાનતા’વાળો દેશ છે જ્યાં કુલ સંપત્તિના અડધાથી વધુ સંપત્તિ એવા અમીરાના હાથમાં છે જેમની હેસિયત દસ લાખ ડોલર (લગભગ 6.7 કરોડ રૂપિયા)થી વધુની છે. આ જાણકારી એક અહેવાલમાં આપવામાં આવી છે.

સંપત્તિ શોધ કંપની ન્યૂ વર્લ્ડ વેલ્થના અનુસાર રૂસ બાદ ભારત દુનિયાનો બીજો સૌથી વધુ અસમાનતાવાળો દેશ છે જ્યાં 54 ટકા સંપત્તિ કેટલાક કરોડપતિઓના હાથમાં છે. ભારત દુનિયાના 10 સૌથી અમીર દેશોમાં છે જ્યાં કુલ સંપત્તિ 5,600 અરબ ડોલર છે પરંતુ સરેરાશ ભારતીય ગરીબ છે.

વૈશ્વિક સ્તરે રૂસ દુનિયાનો સૌથી અસમાન દેશ છે જ્યાં કુલ સંપત્તિના 62 ટકા પર માત્ર કેટલાક ધનકુબેરોનો કંટ્રોલ છે. તો બીજી તરફ જાપાન દુનિયા પર સૌથી વધુ સમાનતાવાળો દેશ છે જ્યાં અમીરોના હાથમાં કુલ સંપત્તિ ફક્ત 22 ટકા ભાગ છે. આ પ્રકારે ઓસ્ટ્રેલિયામાં પણ કુલ સંપત્તિના માત્ર 28 ટકા પર જ કરોડપતિઓનું આધિપત્ય છે. અહેવાલ અનુસાર આ પ્રકારે અમેરિકા અને બ્રિટન પણ સમાનતાવાળા દેશોમાં છે. તેમાં કુલ સંપત્તિના ક્રમશ: 32 ટકા અને 35 ટકા પર જ અમીરોનો કબજો છે.

You might also like