કાશ્મીરની બેન્કમાં રોકડ લેવડદેવડ પર પ્રતિબંધ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરમાં કેટલીયે બેન્કમાં આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલી શ્રેણીબદ્ધ લૂંટના પગલે મહેબૂબા મુફતી સરકારે એક એડ્વાઇઝરી જારી કરીને બેેન્કને રોકડ વ્યવહારો બંધ કરવા જણાવ્યું છે. પીડીપી-ભાજપ સરકારની એડ્વાઇઝરીમાં શોપિયા અને દક્ષિણ કાશ્મીરની ૪૦ બેન્ક શાખામાં રોકડ લેવડદેવડ અટકાવી દેવા આદેશ કર્યો છે.
રાજ્ય સરકારના આ આદેશમાં જણાવાયું છે કે આ ૪૦ બેન્ક શાખામાં લૂંટની ઘટનાને અંજામ આપવો સરળ છે. જમ્મુ-કાશ્મીરની બેેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ શાખાનેે શિફટ કરવામાં આવશે નહીં અને સામાન્ય રીતે તેનું કામકાજ ચાલુ રહેશે. જોકે કોઇ ગ્રાહક કેશ જમા કરાવી શકશે નહીં કે ઉપાડી પણ શકશે નહીં.

આ શાખા માત્ર રિસિપ્ટના માધ્યમ દ્વારા જ કામ કરશે. બેન્ક રોકડ લેવડદેવડ કરશે નહીં. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દક્ષિણ કાશ્મીરના એટીએમને પણ શિફટ કરવામાં આવશે. દ‌િક્ષણ કાશ્મીરની છ બેન્કમાં આતંકીએ લૂંટ ચલાવી હતી.

http://sambhaavnews.com/

You might also like