આજે સતલોક આશ્રમના રામપાલનો વારોઃ હિસ્સાર કોર્ટનો ચુકાદો

હિસ્સાર: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ બાદ આજે હવે હરિયાણાના હિસ્સારના બરવાલા સ્થિત સતલોક આશ્રમના સંચાલક રામપાલ વિરુદ્ધ ચાલી રહેલા બે કેસમાં આજે હિસ્સાર કોર્ટ ચુકાદો સંભળાવશે. તેને ધ્યાનમાં રાખીને હિસ્સારમાં આજે કલમ ૧૪૪ લાગુુ કરી દેવામાં આવી છે.

ર૪ ઓગસ્ટે હિસ્સારની કોર્ટે ર૯ ઓગસ્ટ સુધી આ બંને કેસના ચુકાદા મોકૂફ રાખ્યા હતા. ૧૮ નવેમ્બર ર૦૧૪ના રોજ સતલોક આશ્રમના સંચાલક રામપાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર નં.૪ર૬માં સરકારી કામમાં અવરોધ પહોંચાડવાનો અને એફઆઇઆર નં.૪ર૭માં આશ્રમમાં રસ્તો બ્લોક કરીને લોકોને બળજબરીપૂર્વક બંધક બનાવવાના કેસ દાખલ થયેલા છે. આ બંને કેસનાે આજે ચુકાદાે આવવાનો છે. આ બંને કેસમાં સંત રામપાલ ઉપરાંત પ્રીતમ‌િસંહ, રાજેન્દ્ર, રામફલ, વીરેન્દ્ર સહિત આશ્રમના કેટલાક સંચાલકોને ારોપી બનાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કબીરપંથી વિચારધારાના સમર્થક સંત રામપાલ દેશદ્રોહના કેસમાં આજકાલ હિસ્સાર જેલમાં બંધ છે. હિસ્સારના બરવાલામાં ત્રણ વર્ષ પહેલાં થયેલા એક વિવાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ ર૦૦૬માં પણ રામપાલ પર હત્યાનો કેસ દાખલ થયો હતો. રામપાલ સ્વામી રામદેવાનંદ મહારાજનો શિષ્ય છે.

You might also like