કોંગ્રેસનો ગંભીર આરોપ, “શ્રીદેવી હતી સાંપ્રદાયિકતા વિરૂદ્ધ, જેથી ભાજપે હટાવ્યું તેમનું નામ”

અભિનેત્રી શ્રીદેવીનાં મોત બાદ દરરોજ કંઇક ને કંઇક નવા તથ્યો સામે આવતા રહે છે. પહેલા સમાચારમાં તેઓનાં મોતનું કારણ હાર્ટ અટેક બતાવવામાં આવ્યું હતું. ત્યાં બીજી બાજુ સોમવારે આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનાં મોતનું કારણ વધારે પડતું દારૂનું સેવન બતાવવામાં આવી રહેલ છે.

જો કે આ સંપૂર્ણ મામલામાં હજી પણ સસ્પેન્સ જ બની રહેલ છે. ત્યાં બીજી બાજુ મધ્યપ્રદેશ વિધાનસભામાં મંગળવારે તે સમયે ભારે હંગામો થવાનું વાતાવરણ સર્જાઇ ગયું ને ત્યારે એવી ખબર પડી કે શ્રદ્ધાંજલિ આપનારી યાદીમાંથી કથિત રીતે બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

વિપક્ષી દળ કોંગ્રેસે આ મામલે વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો કે ચૂંકિ શ્રીદેવી સાંપ્રદાયિકતાનાં વિરૂદ્ધ કામ કરતી હતી કે જેનાં કારણે ભાજપનાં દબાણમાં સરકારે તેઓનું નામ હટાવી દીધું છે. જો કે સરકારનાં મંત્રી ઉમાશંકર ગુપ્તાએ આ આરોપને ખોટો સાબિત કરતા કહ્યું કે આને વિધાનસભાનું કાર્યક્ષેત્ર બતાવાયું છે.

સૂત્રોનાં જણાવ્યા અનસાર સોમવાર સુધી કથિત રીતે શ્રીદેવીનું નામ ઉક્ત સૂચીમાં હતું પરંતુ સાંજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અંતિમ સમયે એનું નામ હટાવી દેવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે મધ્યપ્રદેશ વિધાનસભાનાં બજેટ સત્રનો મંગળવારે બીજો દિવસ હતો.

કાર્યસૂચીમાં જે 11 વ્યક્તિઓનાં નિધનનાં ઉલ્લેખ સાથે સદનમાં શ્રદ્ધાંજલિ આપવાની હતી તેમાં શ્રીદેવી સાથે દિગ્ગજ અભિનેતા શશિ કપૂરનું નામ પણ હતું. જો કે મંગળવારની સવારે સંશોધિત સૂચીમાંથી શ્રીદેવી અને શશિકપૂર એમ બંનેનાં નામો ગાયબ હતાં.

ઉલ્લેખનીય છે કે મંગળવારનાં રોજ જે કાર્યસૂચિ બની તેમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રીનિવાસ તિવારી સિવાય 11 અન્ય નામો પણ હતાં. તેમાં ફિલ્મ અભિનેતા શશિ કપૂર અને અભિનેત્રી શ્રીદેવીનું નામ પણ હતું.

પરંતુ સોમવાર બપોર બાદ જ્યારે એવાં સમાચાર પ્રાપ્ત થયાં કે શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબવાથી થયું છે અને એમાંય રિપોર્ટમાં દારૂ પીધાનો ઉલ્લેખ થયો ત્યાર બાદ બીજેપી નેતાઓએ કાર્યસૂચિમાંથી તેઓનું નામ હટાવી દીધું.

You might also like