‘ઓરકુટ’ની માફક ફેસબુક પણ બની જશે ભૂતકાળ

થોડાક વર્ષો પહેલા ઓરકુટ નામની સોશિયલ સાઇટને લઇને લોકોમાં એવો જ ક્રેઝ હતો જેવો અત્યારે ફેસબુકને લઇને છે. પરંતુ ધીરે ધીરે ઓરકુટની લોકપ્રિયતા ઓછી થઇ ગઇ. આજે કહી શકીએ કે ઓરકુટનું નામ જ રહ્યું નથી.

હવે આવું જ કંઇક ફેસબુક સાથે જોવા મળી રહ્યું છે. ફેસબુકની લોકપ્રિયતાને લઇને થોડાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે 2014 થી 2015 વચ્ચે 21% ઓછી શેર કરી છે. સાથે જો આ રિપોર્ટની માનીએ તો દર વર્ષે 15% પોસ્ટ ઓછી શેર થઇ રહી છે. આ આંકડાઓને જોઇને લાગે છે કે ફેસબુક પણ હવે ઓરકુટના રસ્તા પર જવા લાગ્યું છે. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકો ફેસબુક પર જીંદગીથી જોડાયેલી ઘટનાઓ, વિચારો, અન્ય જાણકારીઓને ઓછી શેર કરે છે.

દોસ્તો સાથે વાતો, તેમના ફોટો અને યાદો પણ ઓછા પોસ્ટ થઇ રહી છે. આની જગ્યાએ યૂઝ બ્રાન્ડ અપડેટ, સમાચાર અને વિડીયો વાળા પોસ્ટ વધારે શેર થઇ રહ્યા છે. આ સ્થિતિ ફેસબુક માટે મોટો પડકાર છે.

તેનું સોલ્યુશન કાઢવા માટે ફેસબુક આગળના દિવસોમાં તેની સાઇટને સરળ બનાવવાનો પ્રયત્ન કરશે. ફેસબુક અંગત પોસ્ટને પ્રાથમિકતાના આધારે લોકોની ન્યૂઝ ફીડ પર બતાવી રહ્યું છે. સાથે જ અંગત પોસ્ટ શેર કરવાનો સરળ બનાવી દીધું છે. જો કે ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઇ મોટી સમસ્યા નથી, હજુ પણ લોકો મોટી સંખ્યામાં પોસ્ટ શેર કર્યા છે.

You might also like