નોટબંધી બાદ બહાર આવ્યો પહેલો સર્વે, જાણો શું છે મોદી સરકાર તરફ લોકોનું વલણ

નવી દિલ્હી: મોદી સરકાર તરફથી 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાયા બાદ એક બાજુ વિપક્ષ આ મુદા પર સરકારને ઘેરી રહ્યું છે તો સામાન્ય માણસ કલાકો લાઇનમાં ઊભા રહ્યા પછી પણ આનિર્ણયથી ખુશ છે. સી વોટર તરફથી કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 80 ટકા લોકો સરકારના નિર્ણયથી ખુશ છે.

200થી વધારે લોકસભા સીટો પર સર્વે
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 80-86 ટકા જનતા માને છે કે નોટબંધીથી થોડી પરેશાની તો થાય છે પરંતુ કાળાનાણાં પર લગામ લગાવવાનો ખૂબ જ સારો નિર્ણય છે. આ સર્વે દેશની 200થી વધારે લોકસભાની સીટો પર કરવામાં આવ્યો છે.

જ્યારે લોકો પાસે આ મુદા પર મંતવ્ય માંગવામાં આવ્યા તો નોટબંધીના સમર્થનનો ગ્રાફ વધારે વધી ગયો. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 86 ટકા લોકોએ કહ્યું કે જે પરેશાની આવી રહી છે એ સારા ભવિષ્ય માટે સારી છે. અર્ધ-શહેરી વિસ્તારોમાં આ આંકડો 80.6 ટકા છે.

ઊંચી ઇન્કમ વાળા ગ્રુપે સૌથી વધારે સમર્થન કર્યું અને આંકડો 90.6 ટકા સુધી વધી ગયો. તેમને નિર્ણયને સારો કરાર આપ્યો. નિર્ણય લાગૂ કરવા પર અને પરેશાનીઓને લઇને લોકોએ કહ્યું કે આ નિર્ણય સાચો છે અને સાચી રીતે લાગૂ કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં 71 ટકા લોકોએ આ વાત કહી છે. જ્યારે અર્ધ શહેરી વિસ્તરમાં આ આંકડા 65.1 અને ગ્રામીણ વિસ્તારમાં 59.4 ટકા લોકો એનું સમર્થન કરે છે. ઘણા લોકોએ કહ્યું નિર્ણય સારો છે પરંતુ એને લાગૂ કરવામાં કેટલીક ખામીઓ રહી ગઇ છે.

સર્વે દરમિયાન 55 ટકા લોકોએ એવું પણ માન્યું કે જો વિપક્ષમા દબાણમાં આવીને મોદી સરકાર આ નિર્ણય પાછો લઇ લે છે તો મોદીનું સમર્થન કરનારાઓને મોટો ઝટકો લાગશે. શહેરી ક્ષેત્રોમાં આ આંકડો 62.3 ટકા હતો. જ્યારે અર્ધ શહેરી ક્ષેત્રમાં 67.3 અને ગ્રામીણ ક્ષેત્રમાં 54.8 ટકા લોકો આ વાતને માને છે.

You might also like