બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે ઓનલાઈન કરી લીધા બાદ હવે જમીનના પ્રીમિયમને લગતી તમામ કામગીરી પણ હવે આગામી માસથી ઓનલાઇન થઈ જશે.

અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં કલેક્ટરના અધિકાર હેઠળ આવતાં તમામ વિસ્તારોમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે બિન ખેતીની પરવાનગીનો અમલ ઓનલાઇન કરાયા બાદ તેને પ્રારંભિક ક્ષેત્રે જ સફાલ્ટર મળતાં હાલમાં રાજ્ય ભરમાં બિન ખેતીની પરવાનગીની તમામ કામગીરી ઓનલાઇન થઈ રહી છે

નવી શરતની જમીનનો કબજેદાર તેવી જમીન વેચાણ, બક્ષિસ, અદલોબદલો, ગીરો, પેટા, નામફેર (એસાઈન્મેન્ટ) કે ભાગલા આટલા વ્યવહારો માટે કલેક્ટર, રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી તેમજ રાજ્ય સરકાર નક્કી કરે તેવી રકમમાં અવેજની ચૂકવણી રાજ્ય સરકારને કર્યેથી અને પ્રીમિયમની રકમ સરકારમાં ભર્યેથી રાજ્ય સરકાર ઠરાવે તે સંજોગોમાં કલેક્ટર જમીનના કબજેદારને તેવા વ્યવહારો કરવા માટેની પરવાનગી આપે છે. આ તમામ પ્રક્રિયા પણ હવે ઓનલાઇન કરવામાં આવશે.

You might also like