વણજારા રિટર્ન્સ! 9 વર્ષ બાદ ડી.જી. વણઝારાની ઘર વાપસી

અમદાવાદઃ ઇશરજત જહા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં જામીન પર મુક્ત થયેલા નિવૃત્ત આપીએસ અધિકારી ડી.જી. વણઝરાએ આજે નવ વર્ષ બાદ ઘર વાપસી કરી છે. આ કેસમાં તેમને જામીન મળ્યા બાદ તેઓ મુંબઇ રહેતા હતા. ત્યારે ડી.જી. વણઝારાએ સીબીઆઇ કોર્ટમાં અરજી કરતી હતી કે તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવે. જેમની આ અરજી પર સીબીઆઇ કોર્ટે મહોર મારી દીધી છે. ત્યારે આજે નવ વર્ષ બાદ ડી.જી. વણઝારા તેમના ઘરે પરત ફર્યા છે. પરિવારના તમામ સભ્યોએ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. પુત્ર પૃથ્વી અને ભાઇની દીકરી મંજીતા વણજારા સાથે પરિવારના તમામ સભ્યો તેમને લેવા માટે એરપોર્ટ પર ગયા હતા. હાલ પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ છે. એક તરફ મંજીતા વણઝારાના લગ્ન છે ત્યારે બીજી તરફ ડી.જી. વણઝરા નવ વર્ષ બાદ ઘરે પરત ફર્યા છે.

નવ વર્ષ બાદ ઘર વાપસી
d-g-vanazara-1

પરિવારના તમામ સભ્યો એરપોર્ટ પર ગયા હતા. જ્યાં ઢોલ, નગારા અને ફટાકડાં સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યાર બાદમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ડી.જી. વણઝારાના પરિવારજનો અને જ્ઞાતિજનો દ્વારા ઉમળાભેર સ્વાગત કરવામાં આવ્યું.  તેમનો ગૃહપ્રવેશ પંડીતોની હાજરી શાસ્ત્રોક્ત વિધી સાથે કરવામાં આવશે. ગૃહપ્રવેશમાં પરિવારના તમામ સભ્યો પણ હાજર રહેશે. પરિવાર સાથે સમગ્ર વણઝારા સમાજામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શરતી જામીન પર મુક્ત થયેલા ડી.જી. વણઝારા છેલ્લાં એક વર્ષથી મુંબઇમાં એકલા રહેતા હતા. પહેલા જેલવાસ અને પછી એકલતા બાદ નવ વર્ષ પછી ઘરે પરત ફરતા વણઝારા સાથે તેમના પત્નીની પણ પરીક્ષાઓને આજે અંત આવ્યો છે.

મહારાષ્ટ્રમાં જીવનું જોખમ હોવાથી માંગી હતી ઝેડ સિક્યુરિટી
મહારાષ્ટ્રમાં વણઝારાને જીવનું જોખમ હોઈ ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. તેઓને દર શનિવારે અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજરી પુરાવા આવવા ત્યારે પણ તેઓ ઝેડ સિક્યુરિટીના કોન્વે સાથે આવતા હતા. જ્યારે તેમની મેડિકલ સારવાર પણ અમદાવાદમાં ચાલે છે. જેને કારણે અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. જેને પગલે વણઝારાના વકિલ વી.ડી. ગજ્જરે ગુજરાત પ્રવેશ માટે અરજી કરી હતી. સીબીઆઇ કોર્ટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેમને ગુજરાત પ્રવેશની મંજૂરી આપી છે.

સીબીઆઇ કોર્ટના વકિલે અરજીનો કર્યો હતો વિરોધ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એપ્રિલ, 2007માં ડી.જી. વણઝારાની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઈ હતી. તેઓ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપી છે. ત્યારે સીબીઆઇ કોર્ટેના વકિલે તેમની અરજી પર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો વણઝારાને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે તો તેની વિપરીત અસર કેસના પુરાવા અને સાક્ષીઓ પર પડી શકે છે.

You might also like