મોદીની ફટકાર બાદ સ્વામીની સંતવાણી

નવી દિલ્હીઃ બીજેપીને પોતાના નિવેદનોથી મુશ્કેલીમાં મુકનાર રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પર પીએમ નરેન્દ્ર મોદીએ કડક વલણ અપનાવ્યું છે. ત્યારે સ્વામી મોદીના ફાટકા બાદ સંતવાણી બોલતા થઇ ગયા છે. સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે ટવિટર પર શ્રીકૃષ્ણના ઉપદેશોને યાદ કરીને કાંઇક આવું લખ્યું હતું.

તેમણે દુનિયામાં સંતુલનના સિદ્ધાંતની ચર્ચા કરી હતી. સ્વામીએ ટવિટર પર લખ્યું છે કે આ દુનિયા એક સામાન્ય ઇક્વલિબ્રીઅમ છે. પેરામીટરમાં એક નાનો બદલાવ પણ બધા જ વેરીઅબલ્સને અસર કરી શકે છે. એટલે જ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે સુખદુખે.. ઉલ્લેખનિય છે કે બીજેપી નેતા સતત પાર્ટી લાઇનથી અલગ જ પ્રકારના નિવેદન આપી રહ્યાં હતા. ત્યારે પ્રધાન મંત્રીએ સ્વામી પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઇએ પણ પાર્ટી લાઇન તોડીને નિવેદન ન આપવા. જો કોઇ પબ્લિસિટી માટે નિવેદન આપી રહ્યું છે તો તે ખોટી વાત છે. કોઇ પણ પાર્ટીથી મોટું નથી હોતું. આ સાથે આરબીઆઇ ચીફનો પક્ષ લેતા પીએમએ રઘુરામનને દેશભક્ત કહ્યાં છે. આ સાથે જ બીજેપીએમ સુબ્રમણ્યમ સ્વામીને ચૂપ રહેવાની સલાહ આપી છે. સ્વામીને વ્યક્તિગત રીતે સલાહ આપવામાં આવી છે. સ્વામીને એપ્રિલ મહિનામાં બીજેપી દ્વારા રાજ્યસભામાં નામાકિંત કરવામાં આવ્યાં છે.  સ્વામીના પાર્ટીલાઇન વિરૂદ્ધના નિવેદનથી જેટલી પણ ગુસ્સે થયા હતા.

You might also like