તુસાદમાં મોદી બાદ કેજરીવાલ પણ!

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્ટેચ્યુ મૈડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાશે. લંડનના પ્રતિષ્ઠિત મૈડમ તુસાદ મ્યુઝિયમમાં વિવિધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મીણના સ્ટેચ્યુ  મૂકવામાં આવ્યાં છે. ત્યારે કેજરીવાલનું મીણનું સ્ટેચ્યુ પણ તેમાં મૂકવામાં આવશે. કેજરીવાલની ઓફિસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ પોતાના મીણના સ્ટેચ્યુ માટેનું માપ આપવા માટે સહમતી આપી દીધી છે અને આગામી મહીને તેમના સ્ટેચ્યુ માટે માપ લેવામાં આવશે. થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુનું માપ લેવામાં આવ્યું હતું. આગામી થોડા જ સપ્તાહમાં તેનું સ્ટેચ્યુ મ્યુઝિયમમાં મૂકાઇ જશે. ત્યારે કેજરીવાલનું  સ્ટેચ્યુ પણ એક બે મહિનામાં ત્યાં મૂકાશે જ્યાં પહેલેથી જ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા બોલિવુડ સ્ટાર્સના સ્ટેચ્યુ  છે.

You might also like