સંન્યાસ લીધો મેસીએ અને મજાક આફ્રીદીની ઉડી

અમદાવાદ : કોપા કપમાં પરાજય બાદ આર્જેન્ટિનાનાં સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ અચાનક જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી. જો કે તેની નિવૃતિ સાથે જ અચાનક શાહિદી આફ્રીદી ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.તમે વિચારી રહ્યા હશો કે મેસી સાથે આફ્રીદીને શું લેવા દેવા. વાતએમ બની કે મેસી દ્વારા ટ્વિટર યુઝર્સે આફ્રીદી પર નિશાન સાધવાનું ચાલુ કર્યું હતું અને તેની મજાક ઉડાવવાની ચાલુ કરી દીધી હતી.

આફ્રીદીને પુછવામાં આવ્યું કે શું તે હવે ટી-20માંથી સન્યાસ લેશે. આર્જેન્ટીનાંને કોપા કપ ખિતાબ નહી અપાવી શકવાનાં કારણે મેસીએ નિવૃતીની જાહેરાત કરી હતી. આ એક પ્રકારે તેણે હારની જવાબદારી ઉઠાવી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલનાં સમયે પાકિસ્તાને જે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આફ્રીદીએ ક્યારે પણ આ અંગે અફસોસ વ્યક્ત કર્યો નહોતો. કેટલીય વખત સન્યાસની જાહેરાત કર્યા બાદ તેણે પોતાનું નિવેદન પાછુ ખેંચ્યું છે.

આફ્રીદીની આ વૃતીનાં કારણે ટ્વિટર પર તેની મજાક ઉડાવવાનું ચાલુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રીદી ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સન્યાસની જાહેરાત કરી ચુક્યો છે પરંતુ ટી-20 ક્રિકેટમાં રમવાની તેની ઇચ્છાનો અંત નહોતો આવ્યો. આફ્રીદી પર નિશાન સાધતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે રિપોર્ટરે જ્યારે મેસીને પુછ્યું કે શું તે પોતાનાં નિર્ણય અંગે ફરીથી વિચાર કરશે તો મેસીએ કહ્યું કે તે શાહિદ આફ્રીદી નથી. આ પ્રકારે શાહીદની મજાક ઉડાવવાનું ચાલુ કર્યું હતું.

You might also like