માયાવતી બાદ અખિલેશે પણ BJP ની જીત પર ઉઠાવ્યો સવાલ

ઉત્તર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણીમાં કેસરિયો લહેરાયા બાદ કેન્દ્ર સરકાર તેમજ પ્રાદેશિક સરકાર જ્યા બહુ ખુશ જોવા મળી રહી છે ત્યાં જ વિપક્ષ આ ચૂંટણી પરીણામોને બીજી રીતે જોઇ રહ્યો છે. નગર નિગમની ચૂંટણીમાં 46 ટકા બેઠકો પર જીતનારી ભાજપને નગર પાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં 15 ટકા બેઠકો પર જ જીત મળી છે.

ખાસ વાત તો એ છે કે જ્યા નગર નિગમમાં ઇવીએમ મશીનથી મતદાન થયું હતું ત્યા નગર પંચાયત અને પાલિકામાં મતદાન માટે મતપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિપક્ષી દળ માં ખાસ કરીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.

બીએસપીના સુપ્રીમો માયાવતીએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીને લઇને વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઇવીએમમાં છેડછાડ કર્યો હતો. નગરનિગમની ચૂંટણીમાં ઇવીએમ મશીનનો દૂરપયોગનો આરોપ લગાવતા માયાવતીએ કહ્યું આ વખતે પણ ભાજપે ઇવીએમ મશીનમાં છેડછાડ કરી ન હોત તો અમારા વધારે મેયર જીત્યા હોત.

માયાવાતીની જેમ અખિલેશ યાદવે પણ ભાજપ અને ઇવીએમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપ બેલેટ પેપર વિસ્તારમાં માત્ર 15 ટકા બેઠક જીતી શક્યું છે પરંતુ ઇવીએમ વિસ્તારમાં જ 46 ટકા બેઠક જીતી છે. આમ અખિલેશ પણ ભાજપની જીતને ઇવીએમ મશીન સાથે જોડે રહ્યા છે.

You might also like