બ્રેક્જિટમાંથી દૂર થયા બાદ ભારતને આ મુખ્ય દેશોમાં શામેલ કરશે બ્રિટન

લંડનઃ બ્રિટન સરકારે પરસ્પર ફાયદા અંગેના કરાર અંતર્ગત 28 દેશોને યુરોપિયન સંઘથી હટાવવા માટે પોતાની વાર્તા યોજના પર એક નીતિગત દસ્તાવેજ રજૂ કર્યો છે. જેમાં બ્રેક્જિટ બાદ વધારે મજબુત વ્યાપારી સંબંધો માટે પોતાના લક્ષ્યની યાદીમાં ભારતને મુખ્ય દેશોમાં શામિલ કરવામાં આવશે. બ્રેક્જિટ પર ડેવિડ ડેવિસે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું છે કે બ્રિટન પરસ્પર ફાયદાના કરાર અંતર્ગત યુરોપિયન સંઘને હટાવવાનું વલણ અપનાવી રહી છે. ડેવિસે સંસદમાં કહ્યું છે કે સોથી સારા દિવસો હવે આવવાના છે.

બ્રેક્જિટ બાદ બ્રિટનમાં રહેનારા યુરોપીયન સંધમાં નાગરિકોના અધિકારો માટે એક સવાલના સંદર્ભમાં કહ્યું છે કે હું લોકોને બ્રિટનની બહાર નહીં મોકલું. સરકાર ગ્રેટ રિપીલ બિલ પહેલાં વધુ એક શ્વેત પત્ર પ્રકાશિત કરશે. આ બીલ 28 સદસ્યો વાળા આર્થિક બ્લાકમાં બ્રિટનના નિકળવાની બ્રિટનની આશાનું ઔપ્ચારિક એલાન છે. ઉલ્લેખનીય છે કે બ્રેક્જિટ વાર્તા શરૂ કરવા પર બ્રિટિશ પ્રધાનમંત્રી ટેરીજા મેએ જરૂરી સંસદીય મંજૂરી મળ્યા બાદ એક દિવસ બાદ સરકારે પોતાની વાર્તા યોજના પર એક શ્વેત પત્ર પ્રકાશિત કર્યો છે.

શ્વેત પત્રમાં બ્રેક્જિટ માટે 12 વાર્તા ઉદ્દેશ્યોની ચર્ચા કરી છે. જે અંગે બ્રિટિશ પ્રધાનમંત્રીએ ગત મહિને પોતાના ભાષણમાં જણાવ્યું છે. બ્રિટિશ સરકારે શ્વેતપત્રમાં લખ્યું છે કે અમે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ભારત જેવા દેશો સાથે ભવિષ્યમાં વ્યાપારી સંબંધો પર ચર્ચા કરી છે. શ્વેતપત્રમાં કહ્યું છે કે આ વિભાગ વ્યાપક રીતે દુનિયા સાથે વ્યવસાય અને રોકાણના સંબંધોને પ્રગાઢ કરવાની બ્રિટનની આંકાક્ષાનું નેતૃત્વ કરશે. ચીન, બ્રાઝીલ, ખાડીના દેશો સહિત અનેક દેશો લંડન સાથે વ્યવસાય કરવામાં રસ ધરાવી ચૂક્યાં છે.

http://sambhaavnews.com/

 

You might also like