કેટકેફે બાદ હવે ખુલ્યું રેબિટ કેફે

ખાસ પ્રાણીઓને રમાડવા માટે લોકો કેફેમાં જાય અને થોડાક રિલેક્સ થાય એ કન્સેપ્ટ હવે દુનિયામાં અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે. હોંગકોંગમાં અનોખું રેબિટ-કેફે શરુ થયું છે. અહીં કેટ-કેફે તો ઘણા છે પરંતુ પણ કોઝવે બે નામના પોશ કમર્શિયલ એરિયામાં રેબિટલેન્ડ નામું કેફે ખૂલ્યું છે એ પહેલું રેબિટ-કેફે છે. હોંગકોંગમાં જગ્યાની સખત તંગી હોવાથી મોટા ભાગના લોકો પાળતું પ્રાણી રાખી શકતા નથી. આ રેબિટ-કેફેમાં મોટા ભાગે તરછોડાયેલાં સસલાંને એકઠાં કરવામાં આવ્યા છે. અહીં સસલાંને રમાડવા ઉપરાંત એમને ખવડાવવા અને સાચવવા માટે પણ લોકો પોતાનો સમય આપે છે. અમારે ત્યાં પેરેન્ટસ નાનાં બાળકોને લઈને ખાસ્સો સમય ગાળે છે.

You might also like