જાહ્નવી કપૂર બાદ હવે શનાયા કપૂર બોલીવુડમાં કરવા જઈ રહી છે ડેબ્યુ

જાહ્નવી કપૂરે ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું તો બીજી તરફ તેની ક‌િઝન શનાયા કપૂરના ડેબ્યૂને લઇને પણ ચર્ચાઓ થવા લાગી છે. શનાયા અભિનેતા સંજય કપૂરની પુત્રી છે. પોતાની પુત્રીના ડેબ્યૂને લઇને મૌન તોડતાં સંજય કપૂરે કહ્યું કે ઇમાનદારીથી કહું તો મને આ અંગે કંઇ ખ્યાલ નથી.

આ બધું ક્યારે થશે તે પણ ખબર નથી. હજુ તો શનાયાએ ૧૨માનો અભ્યાસ પૂરો કર્યો છે. તે હજુ નાની છે, પરંતુ તે આ માટે કામ કરી રહી છે, જોકે અત્યાર સુધી તેણે કોઇ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ આશા છે કે આમ જલદી થશે.

શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવાના કારણે સમાચારોમાં ચમકતી રહે છે. તે શાહરુખની પુત્રી સુહાના ખાનની સારી મિત્ર છે. તેણે કહ્યું કે હું મારી દીકરી માટે પ્રોટેક્ટિવ ફીલ કરું છું, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવેટ એકાઉન્ટ છે. કેટલીક વસ્તુઓ આપણા કંટ્રોલમાં હોતી નથી.

તે યુવાન છે તો રેસ્ટોરાંમાં કે ફિલ્મો જોવા બહાર તો જવાની જ છે. અમે તેને ઘરમાં એટલે બંધ ન કરી શકીએ કે કોઇ તેનો ફોટો ક્લિક ન કરી લે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગની વધતી સમસ્યાને લઇ સંજય કહે છે કે તેણે પોતાની પુત્રીને પ્રશંસા કે ટીકાઓને ગંભીરતાથી ન લેવાની સલાહ આપી છે. તેણે માત્ર તેના કામ પર જ ફોકસ કરવાની સલાહ આપી છે. તે ભાગ્યશાળી છે કે તેના વિશે લોકો સારી વાતો કરી રહ્યા છે. હંુ તે બધાંનો આભારી છું.

You might also like