આ છે વોટ્સઅપના નવા ફિચર્સ

નવી દિલ્હી: વોટ્સઅપે તાજેતરમાં iOS માટે કેટલાક નવા ફિચર્સ કર્યા છે. તેમાં વોઇસમેલ અને કોલબેક ફિચર્સ સામેલ હતા. હવે કંપની તેને એન્ડ્રોઇડમાં પણ લાવી રહી છે. જો કે એન્ડ્રોઇડના બીટા વર્જન વોટ્સઅપમાં આ ફિચર્સ પહેલાં આપવામાં આવી ચૂક્યા છે.

તેને ગૂગલ પ્લેમાંથી તેની ફાઇન બિલ્ડ ડાઉનલોડ કરી શકાય છે જેનું વર્જન v2.16.225 છે. આ ફિચર્સ હેઠળ કોલ રિસીવ ન હોવાની સ્થિતિમાં તમને વોઇસમેલ રેકોર્ડ કરવાનું ઓપ્શન મળશે.

રેકોર્ડ કરવામાં આવેલા વોઇસમેલ ઓડિયો મેસેજની માફક સેન્ડ થશે. જો કે સેંડ કર્યા વિના તમે તેને સાંભળી શકો છો. એન્ડ્રોઇડ પોલીસના અહેવાલ અનુસાર વોટ્સઅપે એન્ડ્રોઇડમાં મલ્ટિપલ સેંડ ફિચર્સ પણ લોન્ચ કર્યા છે. તેના હેઠળ જો કંટેટને એક સાથે ઘણા લોકોને મોકલવા માંગો છો તો મોકલી શકો છો.

આ પહેલાં અલગ-અલગ લોકોને એક-એક કરીને મોકલવાનો ઓપ્શન હતો. નવા ફિચર્સ માટે યૂજર્સને ગૂગલ પ્લે બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામમાં રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ એપીકે મિરર અથવા કોઇ બીજી વેબસાઇટ પરથી વોટ્સઅપનું લેટેસ્ટ બીલ્ડનું બીટા વર્જન ડાઉનલોડ કરવું પડશે.

You might also like