‘રાયબરેલીએ વંશવાદ જોયો છે, વિકાસ નહી’: અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારના ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પરિવારવાદના મુદ્દે કોંગેસ ઘેરી. અમિત શાહે પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રમાં કહ્યુ કે, આઝાદી પછી રાયબરેલીએ માત્ર પરિવારવાદ જ જોયો છે. ગાંધી પરિવારે અહીંયા કોઇ વિકાસ કર્યો નથી, પરંતુ પોતાના ખિસ્સા જરૂરથી ભર્યા છે. આ સાથે જ અમિત શાહે હિંદૂ આતંકવાદના શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના આડે હાથ લીધી. તેમણે કહ્યુ કે, ”રાહુલ ગાંધી અને કોંગ્રેસે હિંદુઓનું અપમાન કર્યુ, તેઓ આના માટે દેશની માફી માંગે .”

રાયબરેલીને આદર્શ સંસદીય વિસ્તાર બનાવીશું:

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શાહે કહ્યું, “રાયબરેલીની જનતાને કોંગ્રેસના મોટા નેતાઓએ વોટ આપ્યા. અહીંયા દૂર-દૂર સુધી વિકાસ દેખાતો નથી. અમે આ વિસ્તારને આદર્શ સંસદીય વિસ્તાર બનાવીશું. રાયબરેલીથી કોંગ્રેસ પરિવારવાદ હટાવીને રહીશું.”

 “ઉત્તરપ્રદેશમાં યોગીજીની સરકાર વિકાસના રસ્તા પર આગળ વધી રહી છે. થોડીવાર પહેલા અહીંયા એક શોર્ટસર્કિટ થઇ, તમામ ચેનલોએ અહીંયાથી ધુમાડો ઉઠતો દર્શાવ્યો. જ્યારે પણ કંઇ સારું થાય છે ત્યારે વિઘ્નો જરૂર આવે છે. આ સંકેત છે કે રાયબરેલીમાં આગળ કંઇક મોટો બદલાવ થવાનો છે.”

રેલીમાં શોર્ટ સર્કિટ થયો, અફરાતફરી મચી:

અમિત શાહની રેલીમાં સાઉન્ડ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. આ ખબર ફે્લાતા લોકોમાં અફરાતફરી મચી જતા ફાયર બ્રિગેડના આધિકરીઓએ આગ પર કાબૂ મેળવ્યો. જોકે આ મામલા પછી શાહ અને અન્ય વક્તાઓ મંચ પર સુરક્ષિત છે.

આ દરમિયાન મંચ પર મુખ્યમંત્રી આદિત્યનાથ હાજર હતા. આગ તે સમયે લાગી જ્યારે યૂપીના ભાજપના પ્રભારી મહેન્દ્ર નાથ પાંડે ભાષણ આપી રહ્યા હતા, આગના કારણે લગભગ 15 મિનિટ સુધી પાંડેએ પોતાનું ભાષણ રોકવું પડ્યુ હતુ.

You might also like